વૈશ્વિક મારામારી કોરોના વાયરસના પગલે દેશમાં લોકડાઉન કરવામાં આવ્યુ છે. આવા સમયે માત્ર ઈમરજન્સી સેવાઓ માટે વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. પરંતુ આ સમયનો લાભ મેળવી એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરી કરતા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે એક વાત ફલીત થાય છે કે આરોપી અગાઉ પણ આ રીતે એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરી કરી ચુક્યો છે. ત્યારે જોવુ એ રહ્યુ કે બે આરોપીની તપાસમાં શુ સામે આવે છે.
નરોડા પોલીસની કસ્ટડીમાં બે આરોપીના નામ મનીષ ઠાકોર અને લલીત રાજપુત છે. બન્ને આરોપીની નરોડા પોલીસે 22 લીટર દેશી દારુની સાથે ધરપકડ કરી છે. દારુ પકડાવવો એ કોઈ મોટી વાત નથી. પરંતુ પોલીસે બુટલેગરની ધરપકડ કરી છે તે દારુ એમ્બ્યુલન્સમાં હેરાફેરી કરી રહ્યા હતા. બન્ને આરોપી અમદાવાદ બહારથી દેશી દારુનો જથ્થો અમદાવાદમાં લાવી વેચાણ કરી રહ્યા હતા. જેથી પોલીસે બન્નેની ધરપકડ કરી દારુનો જથ્થો કબ્જે કર્યો છે.
મહત્વની વાત એ છે કે, સિવિલ હોસ્પિટલની બહાર જે એમ્બ્યુલન્સ દર્દીઓની હેરાફેરી કરે છે તે એમ્બ્યુલન્સ રાતે દારુની હેરાફેરી કરી રહી છે. અને નરોડાના ચિલોડા સર્કલથી પસાર થવાની છે એ અંગેની બાતમી મળતા પોલીસે નાકાબંધી ગોઠવી ગાડીની તપાસ કરતા દારુ મળી આવ્યો હતો. મહત્વનુ છે કે આરોપી ક્યાંથી દારુ લાવ્યો તે અંગે કોઈ યોગ્ય હકીકત પોલીસને જણાવી નથી. જેથી પોલીસે મોબાઈલ સીડીઆરના આધારે તપાસ હાથ ધરી છે.
એમ્બ્યુલન્સમાં દારુની હેરાફેરી કરતા બન્ને આરોપી અગાઉ પણ કોઈ ગુનો કર્યો છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો કે મહત્વનુ છે કે અગાઉ પોલીસે કબ્જે કરેલી એમ્બ્યુલન્સ અગાઉ કેટલી વખત દારુની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાઈ છે. તેને લઈ પોલસ બન્ને આરોપીના કોલ ડીટેઈલ અને સીસીટીવીની મદદથી તપાસ કરશે જેથી કરી યોગ્ય હકીકત સુધી પહોંચી શકાય.