– SITમાં PI,1 ASI, 1 CA, 1 લીગલ ઓફિસરની નિમણૂંક કરાઈ છે
– સમગ્ર સટ્ટાકાંડમાં છેલ્લા બે વર્ષમાં 10 હજાર કરોડથી વધુના વ્યવહાર કરાયા હોવાની માહિતી મળી
અમદાવાદ, 27 માર્ચ 2023 સોમવાર : અમદાવાદના માધુપુરામાં આવેલા સુમેલ બિઝનેસ પાર્કમાં આવેલી એક ફર્મમાં પીસીબી દ્વારા શનિવારે પાડવામાં હતા.જેમાં રૂપિયા બે હજાર કરોડના ક્રિકેટ સટ્ટા નેટવર્ક અને ડબ્બા ટ્રેડીંગના ગુજરાતના અત્યાર સુધીના સૌથી મોટા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.સાથેસાથે પોલીસે ૧૯૩ સીમ કાર્ડ, ૫૩૮ ડેબીટ કાર્ડ, ચેકબુક જપ્ત કરી છે.બિઝનેસ ફર્મની આડમાં દુબઇમાં રહેતા બુકીઓ સાથે ક્રિકેટ સટ્ટાનું સૌથી મોટું નેટવર્ક પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ત્યારે પીસીબીએ આ અંગે ચાર લોકોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.આ સટ્ટા કૌભાંડમાં હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે.
કૌભાંડના ચાર આરોપીઓએ દુબઈમાં તાલિમ લીધી
બે હજાર કરોડનું આ કૌભાંડ પાંચ હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતાઓ છે.આ કૌભાંડની તપાસ માટે SITની રચના કરવામાં આવી છે.જેમાં 2 PI, 1 ASI, 1 CA, 1 લીગલ ઓફિસરની નિમણૂંક કરાઈ છે.સમગ્ર સટ્ટાકાંડમાં છેલ્લા બે વર્ષમાં 10 હજાર કરોડથી વધુના વ્યવહાર કરાયા હોવાની માહિતી મળી છે.પોલીસ તપાસમાં દુબઈથી આ કૌભાંડ ચાલતુ હોવાનો ખુલાસો થયો છે.કૌભાંડના ચાર આરોપીઓએ દુબઈમાં તાલિમ લીધી હોવાના ઈનપુટ પણ પોલીસને મળ્યાં છે.હાલમાં પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસિસ થઈ રહ્યું છે.આ કેસમાં છેક દુબઈ સુધીના તાર હોવાથી ઈડી,ગૃહ મંત્રાલય,વિદેશ મંત્રાલય સહિતને જાણ કરવામાં આવશે.
મહાદેવ પાસે 50 થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી
આ તપાસનું સુપરવિઝન અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ કરશે.તે ઉપરાંત ફોરેન્સિક એક્સપર્ટ,સીએ અને બેન્ક એક્સપર્ટ ની તપાસ માટે મદદ લેવાશે.આ ઇન્ટરનેશનલ કૌભાંડ મહાદેવ એજન્સીના એમપીના સૌરભ ચંદ્રનાગર થકી ચાલતું હતું. હવે બેન્કના નોડલ ઓફિસરને બોલાવી બેન્ક એકાઉન્ટની માહિતીઓ મંગાવાશે.મુખ્ય સંચાલક મહાદેવ પાસે 50 થી 60 લોકોની એનાલિસિસ ટીમ હતી.આ ટીમ દુબઇ બેઝ હોવાનું સામે આવ્યું છે.પાંચ કરોડમાં નોન રીફન્ડેબલ એક ફ્રેન્ચાઇઝી મહાદેવ વેચતો હતો.જેથી હવે બધા આરોપીઓની સિટીઝનશીપ બાબતે તપાસ કરાશે.અમુક એકાઉન્ટ ડમીની સાથે ભાડે આપ્યા હોવાની દિશામાં તપાસ કરાશે.
અમદાવાદ હવાલા કૌભાંડ માટેનું હબ બની ગયું
વન માધવ નામની ઓનલાઇન એપ્લિકેશનનો માલિક સૌરભ ચંદ્રાકાર છે.અગાઉ પણ સ્વરૂપ ચંદ્રાકારની વિરુદ્ધમાં અનેક ગુનાઓ નોંધાયા છે.પરંતુ આજ દિન સુધી દેશની એક પણ પોલીસ તેને પકડી શકી નથી.કારણ કે સ્વરૂપ ચંદ્ર દુબઈમાં બેસીને મસ્ત મોટું હવાલા રેકેટ ચલાવી રહ્યો છે.જોકે તેમાં ગુજરાતમાં અમદાવાદ હવાલા કૌભાંડ માટેનું હબ બની ગયું છે અને તેના કારણે જ ક્રિકેટ મેચના સટ્ટા કે શેર બજારના સટ્ટા ગમે ત્યાંથી રમાતા હોય છે.પરંતુ તેના પૈસાની હેરાફેરી તો અમદાવાદમાંથી જ કરવામાં આવે છે.આ તો માત્ર એક નાનું રેકેટ પકડાય છે પરંતુ આ રેકોર્ડનો છેડો છેક 10,000 કરોડથી પણ વધારેનો હોવાનું પોલીસ સૂત્ર તરફથી જાણવા મળ્યું છે.


