– પોતાની જ દુકાનમાં કામ કરતા યુવકે આચરી છેતરપીંડિ
– સોનાના પટ્ટા લઈને મોકલતા પરિચિત યુવક અડધે રસ્તે સોનું લઈ નાસી ગયો
અમદાવાદ,તા. 30 માર્ચ 2023, ગુરુવાર : આપણે અત્યાર સુધી સાંભળ્યું હતું કે, કોઈ કોઈનું નથી.ત્યારે આ વાતને સાર્થક કરતી એક ઘટના અમદાવાદમાંથી સામે આવ્યો છે.જેમાં એક વેપારીએ પોતાના પરિચિત પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવા બદલ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.જેને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદી જણાવે છે કે, મારૂ નામ વિજ્યભાઈ જ્યંતીભાઈ ઠુમર(ઉ.મ.42, ધંધો-વેપાર, રહે.પુષ્પમ બંગ્લોઝ,સુદર્શન પાર્ક પાસે, ગોપાલ ચોક રોડ, નિકોલ, અમદાવાદ) છે.અમદાવાદ ખાતે તેમજ માણેકચોક ખાતે આવેલ ગાંધી રોડ જનતા બેકરીની બાજુમાં ઓફિસ ધરાવી બુલીયન ગોલ્ડને લગતું છેલ્લા ત્રણ વર્ષની કામ કરૂ છું.અમારી ઓફિસમાં સ્ટાફ તરીકે યશ ચિરાગભાઈ પંડ્યા (રહે,બી/103, સ્વસ્તિક એલીગન્સી, આનંદ વિહારની બાજુમાં, ત્રાગડ, અમદાવાદ)છે.જે આશરે બે વર્ષથી મારી પાસે કામ કરે છે.આ યશ પંડ્યાના પિતા ચિરાગભાઈ પંડ્યાને હું પહેલેથી ઓળખતો હોવાથી તેના કહેવાથી યશ પંડ્યાને મારા ત્યાં નોકરી રાખ્યો હતો.ત્યારે મારા ઘંઘાનું 25 કિલો ગોલ્ડ યુનિક એન્ટરપ્રાઈઝ મોટા વરાછા સુરતથી 15,16 અને 17 જાન્યુઆરી 2023ના રોજ મારી પાસે સ્ટોકમાં રહેલા હોવાથી.મેં નવા ખરીદ કરેલા સોનાના 25 પટ્ટાનું વજન 1 કિલો લેખે રૂ.25 કિલોના સોનાના પટ્ટા બે અલગ અલગ સ્કૂલ બેગમાં તૈયાર કર્યા હતા.આ પાર્સલ મુંબઈ ખાતે મોકલી આપવા મારી સૂચના અનુસાર મારા મિત્ર પાર્થ નરેન્દ્રકુમાર શાહ કે જેની અમદાવાદ સેટેલાઈટ ખાતે ઓફિસા આવેલી છે.તે યશ પંડ્યા,મારા મિત્ર પાર્થ શાહનો સાળો અને આદિત્ય અને પાર્થ શાહને ત્યાંજ નોકરી કરતા મેહુલભાઈ સાથે મારી માણકચોકની દુકાનેથી 25 કિલોનું સોનું લઈ સી.ટી.એમ એક્સપ્રેસ વેના નાકે આવ્યા હતા.જ્યાં ફરિયાદી ચારેય વ્યક્તિઓને મળ્યો હતો.તે બાદ તેણે 15 કિલોનું સોનું ભરેલું બેગ યશ પંડ્યાને આપી મુંબઈની બસમાં બેસાડી ઘરે જવા રવાના થયો હતો.જે બાદ બીજા દિવસે સવારે મિત્રના સાળા આદિત્ય શાહે ફોન કરી યશ સોનાનો થેલો લઈ ઈકો કારમાં બેસી નાસી ગયો હોવાનું જણાવ્યું હતું.આ મુજબની જાણ કરતા મેં તરત યશ પંડ્યાને ફોન કરતા તેનો ફોન બંધ આવ્યો હતો.જે બાદ પાર્થ શાહ અને મેહુલભાઈ બંન્ને મને આવી મળ્યા હતા.બાદમાં મેં યશના પિતાને ફોન કરી યશ મારું 25 કિલો સોનું લઈ નાસી ગયો હોવાનું જણાવ્યું હતું.
યશ પંડ્યાના પિતાને ઘટના અંગે જાણ કરતા તેના પિતા રૂબરૂમાં મળવા આવ્યા હતા.અને યશને ગમે ત્યાંથી શોધી લાવવાનું કહ્યું હતું.જે બાદ તે દિવસ બપોરે યશના પિતા જણાવેછે કે યશનો ફોન બંધ છે પણ જાણ થઈ છે કે યશ તેના મિત્ર નિકેત આચાર્ય (રહે.વંદેમાતરમ ટાઉનશીપ, ગોતા, અમદાવાદ) અને બીજા ત્રણ મિત્રો સાથે દિલ્હી જવા રવાના થયો છે.જેથી તેના પિતાએ યશનો જેવો સંપર્ક થશે તેવું જ મારું સોનું પરત કરશે તેવું જણાવતા મેં પોલીસને ફરિયાદ કરી નહોતી.પરંતું બેથી ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં કંઈ સંપર્ક ન થતા મેં 23 જાન્યુઆરીના રોજ પોલીમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી ફરિયાદીની ફરિયાદને આધારે હાલ અમદાવાદ પોલીસ દ્વારા તમામ આરોપીઓ પકડી પાડવા તપાસ શરૂ કરી છે.