– એક નાગરિકે નરોડાના આ બુથનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો છે
અમદાવાદ : નરોડામાં આવેલી આદિત્ય ઇન્ટરનેશનલ સ્કૂલમાં બોગસ વોટિંવ સામે આવ્યું છે.બુથ અંદરના વ્યક્તિએ વૉટર્સને EVMમાં બટન દબાળવતો વીડિયો વાયરલ સામે આવ્યો છે.એક નાગરિકે આ બુથનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે.આ વ્યક્તિ બુથમાં ફરજ બજાવતો હોવાનું સામે આવી રહ્યું છે.જેને લઈને આ બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.મહત્વનું કે ભાજપની સ્લીપ સાથે પણ બુથમાં લોકો જોવા મળ્યા છે.
આઈકાર્ડ વગર EVMની બાજુમાં બેસતા બબાલ
નરોડામાં હસપુરા ગામના બુથમાં બબાલ થઈ હતી. બુથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા તેને લઈને સ્થાનિક એ બબાલ કરી હતી.સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.તેઓએ જણાવ્યું હતું કે,મારી નિમણૂક થઈ છે,પણ આઈકાર્ડ નથી આપ્યું ત્યારબાદ સ્થાનિકએ હોબાળો કરતા પોલીસ અને ચૂંટણી અધિકારી એ આવીને તપાસ કરી.સાથે સ્થાનિકએ હોબાળો કરતા ચૂંટણી અધિકારીએ 10:41 વાગે તેનો નિમણૂક પત્ર ઇસ્યુ કર્યું.જેથી આ બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. સાથે સ્થાનિક એ બોગસ વોટિંગના આક્ષેપ કર્યા છે.
સ
મશીન બંધ થતા 45 મિનિટ મતદાન અટક્યું
જુહાપુરામાં આવેલ એ વન સ્કૂલમાં 16 નંબરના રૂમમાં મશીન બંધ થઈ જતાં 45 મિનિટ જેટલો સમય મતદાન અટક્યું હતું.જે અંગે હોબાળો થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.મશીન બંધ થતાં ઉમેદવારો દ્વારા ફોન કરીને ચૂંટણી અધિકારીને જાણ પણ કરવામાં આવી હતી અને બાદમાં મશીન સિલ કરીને બીજું મશીન મૂકવામાં આવ્યું હતું. 45 મિનિટ જેટલો સમય મતદાન બંધ રહેતા કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લેખિત ફરિયાદ કરીને ફેક્ષ દ્વારા ચૂંટણી અધિકારીને પણ મૂકવામાં આવી હતી.કોંગ્રેસના ઉમેદવારો દ્વારા જેટલો સમય મતદાન અટક્યું તેટલો સમય મતદાનનો સમય વધારી આપવા માંગ કરી છે.હાલ રૂમ નંબર 16મા મશીન ફરીથી ચાલુ થઈ જતાં મતદાન ફરીથી શરૂ થયું છે.
ભાજપ દ્વારા ઘરે ઘરે મતદાન સ્લીપ અપાઈ
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સવારે કેટલીક સોસાયટીમાં મતદારોને ભાજપ દ્વારા ઘરે ઘરે મતદાનની સ્લીપ આપવામાં આવી હતી. જેમાં મતદાન મથક ખોટા હોવાથી મતદારો અકળાયા હતા.બાપુનગર વોર્ડમાં ભાગ 47માં અરવિંદપાર્ક,અરવિંદનગર સોસાયટીની આસપાસની સોસાયટીઓ આવે છે. જેમને મ્યુનિસિપલ સ્કૂલ નંબર 14-15માં મતદાન કરવાનું હોય છે પરંતુ મતદાનની સ્લીપમાં શ્રીજી વિદ્યાલય લખાઈને આવ્યું હતું.જેથી લોકો હેરાન થયા હતા.
મતદાન અધિકારીઓ જ માસ્ક વિના થલતેજ વોર્ડના એશિયા સ્કૂલમાં મતદાન અધિકારીઓ જ માસ્ક વિના જોવા મળ્યા,મતદારોની સ્લીપ લેનાર અને મતદાન કરાવનાર અધિકારી માસ્ક વિના નજરે પડ્યાં હતાં.નારણપુરામાં 70 વર્ષેના વૃદ્ધએ મતદાન કર્યું હતું,અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ પણ મત આપવા માટે આવી પહોંચ્યા ,વૃદ્ધ એ કહ્યું કે આ આપણો અધિકાર છે અને આ પવિત્ર પર્વ છે જેથી હું મારો પવિત્ર વોટ આપવા માટે આવ્યો છું.