। ગાંધીનગર ।
ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના કેસો ધરાવતા અમદાવાદ શહેરમાં શનિવારે વધુ ૭ પોઝિટિવ કેસ મળ્યા હતા. જ્યારે ઇન્દોરથી આવેલા પ્રવાસીના સંપર્કથી ચેપગ્રસ્ત ૬૭ વર્ષના મહિલાનું SVP હોસ્પિટલમાં મૃત્યુ થતા અમદાવાદમાં મૃત્યુઆંક વધીને ૫ અને ગુજરાતમા ૧૦ થયો છે. આરોગ્ય અગ્રસચિવ ડો જંયતિ રવિએ શનિવારની સાંજે છેલ્લા ૨૪ કલાકમાં ૧૩ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાતા ગુજરાતમા કોવિડ-૧૯ના કેસોની સંખ્યા ૯૫થી વધીને ૧૦૮ અને અમદાવાદમાં ૩૮થી વધીને ૪૫એ પહોંચ્યાનુ જાહેર કર્યુ હતુ.
નવા કેસોની વિગતોમાં દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારની હિસ્ટ્રી ધરાવતા ગુજરાતનો વધુ એક નાગરિક કોવિડ-૧૯ના વાયરસથી ચેપગ્રસ્ત જણાયો છે. અમદાવાદના ૨૫ વર્ષના યુવક ઉપરાતં અગાઉ ભાવનગરમાં મૃત્યુ પામેલા અને એક અમદાવાદના એમ અત્યાર સુધીમાં તબલીગી જમાત સાથે જોડાયેલા ૩ દર્દીઓ પોઝિટિવ મળ્યા છે. શનિવારે ભાવનગરમાં ચેપગ્રસ્તના જણાયેલા બંને નવા કેસોની હિસ્ટ્રી પણ અગાઉ મૃત્યુ પામેલા દર્દીના સંપર્કની હોવાનુ જાહેર થયુ છે. અમદાવાદમાં નવા નોંધાયેલા ૭ પૈકી બે કેસમાં નવરંગપુરા અને આંબાવાડી જેવા પોશ એરિયાના આ બંને વૃદ્ધોને ચેપ ક્યાથી લાગ્યો તેની માહિતી સરકારને ઉપલબ્ધ થઇ નથી ! અમદાવાદ પછી ગુજરાતમા સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસો ગાંધીનગર જિલ્લામાંથી મળ્યા હોવાનુ જણાવતા આરોગ્ય અગ્રસચિવ ડો.જંયતિ રવિએ કહ્યુ કે, અહીં એક જ ક્લસ્ટરમા વધુ બે માણસાના દર્દીઓ પોઝિટિવ આવતા કેસોની સંખ્યા ૧૩ થઇ છે. તદ્દઉપરાંત મુંબઇથી આવેલા નાગરિકોને કારણે પાટણના સિદ્ધપુરમાં કોવિડ-૧૯નો ટેસ્ટ પોઝિટિવ મળ્યો છે. રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશન વધી રહ્યુ છે, ૧૦૮ પૈકી ૬૪ કેસમાં આ રીતે પોઝિટિવ દર્દીઓના સંપર્કને કારણે કોરોનાનો ચેપ લાગ્યો છે.
ટેસ્ટિંગ કેપેસિટી વધતા હવે રેપિડ ટેસ્ટ શરૂ કરવા આદેશો
ભારત સરકારે શુક્રવારે રાતે કોવિડ-૧૯ના વાઇરસગ્રસ્તને ઓળખી તેના ચેપ પર નિયંત્રણ મેળવવા ગાઇડલાઇન મોકલ્યાનુ સ્વિકારતા આરોગ્ય અગ્રસચિવ ડો.રવિએ હોટસ્પોટ અમદાવાદમાં રેપિડ ટેસ્ટિંગ શરૂ કરવા આદેશ કર્યાનું જણાવ્યું હતુ. તેમણે કહ્યુ કે, અમદાવાદમાં સરકારની લેબોરેટરીમા જ દૈનિક ટેસ્ટિંગ કેપેસિટી વધીને ૧૦૦૦ થઇ છે, વડોદરામા ૧૫૦, જામનગરમાં ૬૦૦ અને સુરતમાં ૭૫૦ સહિત ગુજરાતમા ૨૩૯૦ જેટલી કેપેસિટી થઇ છે. ક્લસ્ટરમા પ્રાઇવેટ ડોક્ટર સહિત જ્યાંથી પણ સિવિયર એક્યુટ રેસ્પરેટરી ઈન્ફ્ક્શન- SARIના કેસો મળશે ત્યા કોવિડ-૧૯ માટે રેપીડ ટેસ્ટ કરવામા આવશે.
ગુજરાતમાં વધી રહેલા ઊંચા મૃત્યુદરના કારણો શોધવા કવાયત શરૂ
ગુજરાતમાં ૧૦૮ પૈકી ૧૦ દર્દીઓ એટલે ૯થી ૧૦ ટકાના મૃત્યુ થયા છે. આ ઉંચા દર સંદર્ભે ઊઠેલા પ્રશ્નોના જવાબમાં આરોગ્ય અગ્રસચિવ ડો.રવિએ અધિકાંશ દર્દીઓની વધુ ઉંમર અને તેના કારણે તેમનામાં ઓછી રોગ પ્રતિકારક શક્તિ અને કોમોર્બિટ અર્થાત હદય, શ્વાસ ચઢવાની બિમારી અને કિડની જેવા રોગોને જવાબદાર હોવાનુ કહ્યુ હતુ. આ વિષયે શનિવારે આરોગ્ય વિભાગ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના એપેડેમિક નિષ્ણાતોએ બેઠક યોજીને એક એક મૃત્યુ પાછળના કારણો શોધવા કવાયત હાથ ધરી હતી. જેના પ્રાથમિક તારણો મુજબ કેસોમાશ૫૦ ટકા દર્દીઓને અસ્થમાના કારણે વાઇરલ લોડ વધ્યા પછી અનિયંત્રિત અવસ્થામાં પહોંચતા મૃત્યુ થયાનુ કહેવાયું છે. જ્યારે ૩૦ ટકા ડાયાબિટીસ તેમજ ૧૦ અન્ય મેડિકલ કારણો હોઇ શકે છે. જ્યારે ૧૦ ટકામાં કારણોજાણી શકાયા નથી.
જિલ્લો કુલ વિદેશ આંતર લોકલ મૃત્યુ
કેસ પ્રવાસ રાજ્ય ચેપ
અમદાવાદ ૪૫ ૧૫ ૦૮ ૨૨ ૦૫
સુરત ૧૩ ૦૫ ૦૧ ૦૭ ૦૧
રાજકોટ ૧૦ ૦૩ ૦૦ ૦૭ ૦૦
વડોદરા ૦૯ ૦૬ ૦૦ ૦૩ ૦૧
ગાંધીનગર ૧૩ ૦૨ ૦૦ ૧૧ ૦૦
ભાવનગર ૦૯ ૦૦ ૦૧ ૦૮ ૦૨
કચ્છ ૦૧ ૦૧ ૦૦ ૦૦ ૦૦
મહેસાણા ૦૧ ૦૦ ૦૦ ૦૧ ૦૦
ગીર સોમનાથ ૦૨ ૦૧ ૦૦ ૦૧ ૦૦
પોરબંદર ૦૩ ૦૦ ૦૦ ૦૩ ૦૦
પંચમહાલ ૦૧ ૦૦ ૦૦ ૦૧ ૦૧
પાટણ ૦૧ ૦૦ ૦૧ ૦૦ ૦૦
કુલ દર્દીઓ ૧૦૮ ૩૪ ૧૦ ૬૪ ૧૦
ઉંમર જાતિ જિલ્લો કેવી રીતે ચેપ
૫૫ મહિલા ભાવનગર લોકલ ટ્રાન્સમિશન
૩૪ મહિલા ભાવનગર લોકલ ટ્રાન્સમિશન
૪૮ મહિલા ગાંધીનગર લોકલ ટ્રાન્સમિશન
૨૯ પુરુષ ગાંધીનગર લોકલ ટ્રાન્સમિશન
૫૫ પુરુષ ગાંધીનગર લોકલ ટ્રાન્સમિશન
૩૫ મહિલા અમદાવાદ લોકલ ટ્રાન્સમિશન
૬૯ પુરુષ અમદાવાદ લોકલ ટ્રાન્સમિશન
૪૦ પુરુષ અમદાવાદ લોકલ ટ્રાન્સમિશન
૩૦ મહિલા અમદાવાદ લોકલ ટ્રાન્સમિશન
૪૭ પુરુષ પાટણ મુંબઈથી ચેપ લાવ્યા
૨૫ પુરુષ અમદાવાદ દિલ્હીથી ચેપ લાવ્યા
૪૬ પુરુષ અમદાવાદ લોકલ ટ્રાન્સમિશન
૬૧ મહિલા સુરત લોકલ ટ્રાન્સમિશન