અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતી માનસીના લગ્ન જોધપુરમાં રહેતા વિક્રમ (નામો બદલ્યાં છે) સાથે વર્ષ 2006માં થયા હતા.સુહાગ રાતે પત્ની બેડરૂમમાં પતિની રાહ જોઈ રહી હતી.પરંતુ પતિ મોડી રાત સુધી બેડરૂમમાં આવ્યો નહોતો જ્યારે પતિ બેડરૂમમાં આવ્યો ત્યારે તેને પત્નીને કહ્યું મને બહુ થાક લાગ્યો છે અને મારે બાધા હોવાથી હું શારીરિક સંબંધ બાંધી શકીશ નહીં.
વર્ષ 2007 વિક્રમ વધુ અભ્યાસ માટે કેનેડા જતો રહ્યો હતો.ત્યારે માનસીને પતિ સાથે સાસરિયાઓ વાત કરવા દેતા ન હતા.વર્ષ 2008માં વિક્રમ કેનેડાથી પરત આવ્યો હતો.ત્યારે તેને દાંપત્પજીવન ભોગવવાની વાત પતિને કરી હતી.જેથી વિક્રમ ગુસ્સે થઈને માનસી સાથે ઝઘડો કરીને ફટકારી હતી.
ફરીથી વિક્રમ માનસીને મૂકીને કેનેડા જતો રહ્યો હતો. જે બાદ વિક્રમ એક વર્ષ બાદ પરત આવ્યો હતો.ફરીથી વિક્રમને વર્ષ 2011માં કેનેડા જવાના હોવાથી માનસીએ પણ કેનેડા જવા માટે વિક્રમ સામે ઈચ્છા દર્શાવી હતી.ત્યારે પણ માનસીને વિક્રમે કહ્યું- પિયરમાંથી પૈસા લઈ આવ.જેથી માનસી પિયરમાંથી રૂપિયા 10 લાખ લઈ આવી હતી.
આથી વિક્રમ માનસીને સાથે કેનેડા લઈ ગયો હતો.ત્યાં જઈને માનસીએ પણ નોકરી શરૂ કરી દીધી હતી. વર્ષ 2014માં પરત આવતી વખતે વિક્રમે માનસી પાસેથી ત્યાં કમાણીના પૈસા લઈ લીધા હતા.એ પછી પતિ સહિત સાસરિયાઓ અવાર નવાર માનસીને ત્રાસ આપતા હતા.આથી મહિલાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ હાથ ધરી છે.