– રાજેન્દ્ર શાહના રહેઠાણ પર પણ દરોડા
અમદાવાદ : અમદાવાદમાં વહેલી સવારથી SAL ગ્રૃપ પર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી હાથ ધરી છે,જેમાં SALના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.
મહત્વનું છે કે SAL ગ્રૃપ સ્ટીલ,હોસ્પિટલ,શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે,ત્યારે આઈટી વિભાગે SALગ્રૃપ દરોડા પાડતા અનેક ઉદ્યોગપતિમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે તપાસમાં જોડાયેલા મોટા ભાગના અધિકારીઓ ગુજરાત બહારના હોવાનું પણ જાણાઈ રહ્યું છે.તપાસમાં દિલ્લી,મુંબઈ યુનિટના અધિકારીઓ જોડાયા છે ત્યારે હવે આવકવેરા વિભાગની તપાસમાં બિનહિસાબી વ્યવહારો મળે તેવું જોવાઈ રહ્યું છે.
અગાઉ ASTRAL,રત્નમણિ મેટલ્સ ITએ બાલાવ્યો હતો સપાટો
અગાઉ ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે સપાટો બાલાવ્યો હતો. 23 નવેમ્બરે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં આવકવેરા વિભાગે રૂપિયા 1 કરોડ 80 લાખની રોકડ સહિત રૂપિયા 8 કરોડ 30 લાખના દાગીના કબ્જે કરવામાં આવ્યાં હતા. અંદાજીત 14 દિવસની કાર્યવાહીમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા છે જેનો આંકડો અંદાજીત 500 કરોડ થવા જાય છે.ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એસ્ટ્રલ અને રત્નમણિ મેટલ્સ પર દરોડા પાડવામાં આવ્યા જેમાં કુલ 40 જગ્યા પર IT ના દરોડાની કાર્યવાહી હાથ કરવામાં આવી હતી.અમદાવાદ,મુંબઇ,દિલ્હી સહિત શહેરોમાં IT વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.દરોડા દરમિયાન મોટા પ્રમાણા રોકડ વ્યવહારો ઝડપાયા હતા.સાથે જ કાર્યવાહીમાં મહત્વના ડિજિટલ દસ્તાવેજો પણ જપ્ત કરવામાં આવ્યા હતા.
14 દિવસની કાર્યવાહીમાં બિનહિસાબી વ્યવહારો મળ્યા
એસ્ટ્રલ પાઇપનાં ચેરમેન સંદિપ એન્જિનીયરને ત્યાં તેમજ શહેરમાં રત્નમણિનાં ચેરમેન પ્રકાશ સંઘવીને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા.જ્યારે બંને કંપનીનાં અન્ય ડાયરેકટરોને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.તેમજ કંપની સાથે સંકળાયેલ મોટા માથાઓને ત્યાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આવકવેરા વિભાગ દરોડમાં ઇન્કમટેક્ષ વિભાગના 150થી વધુ અધિકારીઓ જોડાયા હતા. જેમાં હવે 14 દિવસની કાર્યવાહીમાં 500 કરોડના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા છે.હવે આજે વહેલી સવારથી જ SAL ગ્રૃપ પર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી હાથ ધરી છે,જેમાં SALના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.