By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’
AhmedabadGeneral

અમદાવાદ એરપોર્ટ પર મહિલાએ CISF જવાનને લાફો મારીને કહ્યું, ‘હું સરકારી અધિકારીની દીકરી છું’

HM News
Last updated: 02/04/2021 7:24 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે અદાણી ગ્રૂપ દ્વારા સંચાલિત છે.ત્યારે ગઈકાલે એક અજીબ ઘટના બની હતી.નીલમ દવે નામની મહિલા પેસેન્જરે સીઆઈએસએફ ઇન્સ્પેક્ટરને લાફો ઝીંકી દીધો હતો.બેગ ચેક કરવાના બાબતે પેસેન્જર નીલમ દવે ભડકી જતા તેણે આવું કૃત્ય કર્યું હતું.એરપોર્ટ નીલમ દવેએ અધિકારીની દીકરી હોવાનો રૌફ પણ સીઆઈએસએફ કર્મચારીઓ પર જમાવ્યો હતો.સીઆઈએસએફ દ્વારા અમદાવાદ એરપોર્ટ પોલીસ મથકમાં પેસેન્જર નીલમ દવે સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મૂળ મહારાષ્ટ્રના અને નરોડા વિસ્તારમાં રહેતા કલ્પેશ રામટકે અમદાવાદ એરપોર્ટમાં CISF તરીકે ફરજ બજાવે છે.તેઓ ટર્મિનલ 2 પર ફરજ બજાવે છે.ગઈકાલે તેમની ડ્યુટી રાત્રે 9 વાગ્યાથી 6 વાગ્યા સુધીની હતી.બુધવારે રાત્રે તેઓ ફરજ પર હતા, ત્યારે નીલમ દવે નામની એક મહિલા પેસેન્જર વહેલી સવારે ત્યાં આવી હતી.આ મહિલાની બેગ સ્કેન ક્લિયર થવામાં સમસ્યા આવી રહી હતી.તેથી સ્ટાફના એક શખ્સે તેમને કહ્યું કે,તમારી બેગમાં ફોન કે સિક્કા હશે,જેથી તમારી બેગ ક્લિયર થતી નથી,જેથી તમારી બેગ ચેક કરવી પડશે.

આ વાત સાંભળીને મહિલા ભડકી હતી. આ સમયે ફરજ પર કલ્પેશ રામટકે હાજર હતા.નીલમ દવે નામની મહિલા અચાનક ઉશ્કેરાઈ ગઈ હતી.આ બાદ CISFના જવાન રામટકેએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહિલા ઉશ્કેરાઈને જોરજોરથી બોલવા લાગી હતી. આખરે મહિલાએ પોતાની બેગ નીચે ફેંકી દીધી હતી.આ જોઈ આસપાસના લોકો પણ ભેગા થઈ ગયા હતા.

મહિલાએ CISFના જવાનને ધમકી આપી હતી કે, હું સરકારી અધિકારીની છોકરી છું.જોકે,મહિલા આટલે અટકી ન હતી,તેણે CISFના જવાન રામટકેને લાફો ઝીંક્યો હતો.કલ્પેશ રામટકેએ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પાસપોર્ટ પરથી તેમનું નામ નીલમ દવે (રહે.થલતેજ) હોવાનું જાણવા મળ્યું હતું.આ સમગ્ર મામલે હાલ એરપોર્ટ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દ. ગુજરાતમાં પ્રી મોનસૂન એક્ટિવિટી શરૂ
મૂડીબજાના સર્વિસ પ્રોવાઈડર્સની કામગીરી ચાલુ રહેશે
ચલથાણમાં જુગાર રમતા 7 ઝડપાયા
મનસુખ હત્યા કેસમાં NIAએ કર્યા 10 ઘટસ્ફોટ : ક્લોરોફોર્મ સૂંઘાડીને તેને બેભાન કરવામાં આવ્યો, હત્યામાં 4 લોકો સામેલ હતા,વાંચો વાઝેએ શું કર્યું …
રશિયાના બોમ્બમારા બાદ સુમીના કેમિકલ પ્લાન્ટમાંથી એમોનિયા ગેસ થયો લીક
Share This Article
Facebook Email Print
Previous Article મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 43,000થી વધુ કોરોના કેસ નોંધાયા
Next Article હું ડરીશ નહી ડીયર મોદી, ડીયર અમીત શાહ ! આવકવેરા દરોડા પર સ્તાલીનનો હુંકાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up