– ઇમીગ્રેશન એજન્ટ બોબી પટેલના કેસમાં શંકાસ્પદ તપાસ બદલ કાર્યવાહી
– સોલા પોલીસ પાસે તપાસ હોવા છંતાય,બોબી પટેલની પુછપરછ કરી હતી : એસએમસીના નિર્લિપ્ત રાય દ્વારા ડીજીપીનો રિપોર્ટ કરાયો હતો
અમદાવાદ,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર : સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ દહિયાને ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.ઇમીગ્રેશન કેસના આરોપી બોબી પટેલ વિરૂદ્વ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસ પોતાના પાસે ન હોવા છંતાય,તેની પુછપરછ કરાયાનીવિગતો બહાર આવતા મોનીટરીંગ સેલના એસપી નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા હતા.જેમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બહાર આવ્યા અંગે ડીજીપીને રિપોર્ટ કરાયો હતો.જેના આધારે સસ્પેન્ડ કરવા હુકમ કરાયો છે.જે સ્ટેટ મોનીટરીંગ સેલને મંગળવાર સુધીમાં સોંપી દેવામાં આવશે.
સ્ટેટ મોનીટરીંગ સેલમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એચ દહિયાને ડીજીપી દ્વારા સસ્પેન્ડ કરવાનો હુકમ કરાયાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.જે અંગે મળતી વિગતો મુજબ ભારતથી અમેરિકામાં ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરાવનાર ભરત ઉર્ફે બોબી પટેલની ધરપકડ કરવામાં આવી હતી.જેમા સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ જે.એચ દહિયાને તપાસ સોંપવામાં આવી હતી.જે બાદ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની તપાસ સોલા પી.આઇ કરી રહ્યા હતા.તેમ છંતાય,જે.એચ દહિયાએ સોલા પોલીસ સ્ટેશન જઇને બોબી પટેલની પુછપરછ કરી હતી.જેમાં તેમની શંકાસ્પદ ભુમિકા હોવાની વાત વહેતી થઇ હતી.જે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને ધ્યાનમાં આવતા એસપી નિલિપ્ત રાયે ડીવાયએસપી કે.ટી કામરીયાને સમગ્ર કેસ અંગે તપાસ કરીને રિપોર્ટ કરવા સુચના આપી હતી.જે અંગે રિપોર્ટ તૈયાર કરીને ડીજીપીને સોંપવામાં આવ્યો હતો.જેના આધારે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે અને ઓર્ડર મંગળવારે મોનીટરીંગ સેલને સોંપવામાં આવશે.