નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એરપોર્ટ પર વેક્સીનનું વેલકમ કર્યું
વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે
કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ
ઝી મીડિયા/બ્યૂરો:જિંદગીને સામાન્ય કરવાનો પડકાર… અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનો પડકાર… પડકાર એ વાતનો છે કે લોકો ફરી એકવાર જીવી શકે,ઉજવણી કરી શકે. પડકાર એ પણ કે ફરી એકવાર સ્કૂલ ખૂલી શકે.લોકો પોતાના કામતાજ વર્ષ પહેલા જે રીતે કરતા હતા તે જ પ્રમાણે કરી શકે. જે પરિસ્થિતિ કોરોના કાળ પહેલા હતી. ફેક્ટરીઓમાં ઉત્પાદન પણ યોગ્ય રીતે શરૂ થઈ શકે.આ પરિસ્થિતિ માત્ર ત્યારે જ ન થઈ શકે જ્યારે વેક્સીન આવી જાય.શરૂઆત ત્યારે થશે જ્યારે વેક્સીનનો રોલ આઉટ યોગ્ય રીતે થશે.ત્યારે આ આતુરતાનો અંત આવ્યો છે.પૂણેની સિરમ ઈન્સ્ટિટ્યૂટ (serum institute) માંથી નીકળેલી વેક્સીન આખરે અમદાવાદ પહોંચી ગઈ છે.ગુજરાતના ફાળવવામાં આવેલો જથ્થો પ્લેન મારફતે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યો છે. જ્યાં ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) વેક્સીનને વેલકમ કરવા પહોંચ્યા હતા. કંકુ ચોખાથી પૂજા કર્યા બાદ વેક્સીનને અમદાવાદ એરપોર્ટ પરથી રવાના કરાઈ હતી. તો સાથે જ સાકરનો પ્રસાદ પણ ધરાવાયો હતો. તો ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ પૂજામાં ઉપસ્થિત રહ્યા હતા. હવે બધુ શુભ શુભ થઈ જાય, લોકોને આ સંકટમાંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરીને વેક્સીન (corona vaccine) ને સ્ટોરેજ સેન્ટર તરફ રવાના કરાઈ હતી. વેક્સીનના આગમનને પગલે અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં લખાણ
પુષ્પક વિમાનની જેમ આ વિમામની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી.આખરે તેનું લેન્ડિંગ થયું છે.વેક્સીનના બોક્સ પર સંસ્કૃતમાં મેસેજ લખાયેલો છે. સિરમ ઈન્સ્ટિટ્યૂટમાંથી આવેલી કોરોના વેક્સીનના બોક્સ પર ‘સર્વે સંતુ નિરામયા’ લખાયેલું છે.એર ઈન્ડિયાની ફ્લાઈટમાં તમામ રસીનો જથ્થો લાવવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપીને કોરોના વેક્સીનને રવાના કરી છે.
અમદાવાદથી અલગ અલગ જિલ્લામાં વેક્સીનની વહેંચણી
પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના વેક્સીનના 23 બોક્સ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા છે.કુલ 2 લાખ 76 હજાર ડોઝ અમદાવાદ આવશે.735 કિલોગ્રામ રસીનો પહેલો જથ્થો અમદાવાદ પહોંચશે.અમદાવાદ,ભાવનગર,ગાંધીનગર ઝોનમાં વહેંચણી કરાશે. અમદાવાદ એરપોર્ટ પરથી અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે વેક્સિનેશન સ્ટોરેજ ખાતે જથ્થો લઈ જવાશે.ગાંધીનગર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં જથ્થો લઈ જવામાં આવશે.તો ગાંધીનગરથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રસી પહોંચાડવામાં આવશે. અમદાવાદથી મધ્ય ગુજરાતમાં પહોંચાડીને રસીકરણ થશે.તો બધુ મંગલમય થઈ જાય એ માટે કોલ્ડ સ્ટોરેજના દરવાજા પર આસોપાલવના તોરણ લગાવવામાં આવ્યા છે.


