રાજ્યના પોલીસવાળા વિકાસ સહાયએ મોડી સાંજે ચાર પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક બદલીના ઓર્ડર કર્યા છે.જેમાં અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ ખાતે અતિ મહત્વની PCB PI તરીકે ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની જૂનાગઢ બદલી કરવામાં આવી છે.સુરત પોલીસ કમિશનર ઓફિસ ખાતે અતિ મહત્વની જગ્યા એટલે કે ઇઓ ડબલ્યુ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બલોચ અને બનાસકાંઠામાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર સીમપીની કચ્છ ભુજ બદલી કરવામાં આવી છે જ્યારે આઈબીના ઇન્સ્પેક્ટર બાલિયાની ડાંગ આહવા બદલી કરવામાં આવી છે.પોલીસ કમિશનર ઓફિસના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટની બદલીની સાથે સાથે તેમના સ્કોરમાં ફરજ બજાવતા ચાર કર્મચારીઓની પણ અમદાવાદ બહાર બદલી કરવામાં આવી છે.જેમાં તુષારદાન ગઢવીની અમરેલી,નવસાદ અલીની પોરબંદર,હિંમત સિંહની નર્મદા અને અનિરુદ્ધ સિંહની જૂનાગઢ બદલી કરવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, પીસીબીની ટીમે માધુપુરામાં 2000 કરોડના સટ્ટાકાંડમાં દરોડો પાડ્યો હતો,જેમાં પીસીબીના પીઆઈ તરલ ભટ્ટની ટીમે બે આરોપીઓને પકડ્યા હતા અને ત્યારબાદ અનેક આરોપીઓની ગુજરાત બહારથી પણ ધરકકડ કરી હતી,ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી,પરંતુ પીસીબી દ્વારા ચાલી રહેલી તપાસ શંકાસ્પદ લાગતા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આ 2000 કરોડના સટ્ટાની તપાસ તેમના તાબામાં આવતી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી હતી,ત્યારથી જ પીસીબીના પીઆઈ તરલ ભટ્ટ તેમજ તેમની ટીમમાં જોડાયેલા તેમના ખાસ ગણાતા નૌશાદ અલી,તુષારદાન ગઠવી,હિંમતસિંઘ વાઘેલા અને અનિરુદ્ધસિંહ નામના પોલીસ કર્મચારીઓ ડીજીપીની રડારમાં હતાં,જેથી ડીજીપી વિકાસ સહાય તાત્કાલીક અસરથી પીસીબી પીઆઈ તરલ ભટ્ટની જુનાગઢમાં તેમજ તેમની ટીમના ખાસ માણસોની રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં બદલી કરી નાખી છે.