– આ ઈન્સ્પેક્ટરોની બદલી વહીવટી કારણોસર કરી હોવાની માહિતી મળી હતી
– રાજ્યની 17 જેલોમાં ગઈકાલે જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું
અમદાવાદ, 25 માર્ચ 2023, શનિવાર : અમદાવાદ શહેરના પાંચ પોલીસ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરવામાં આવી છે.શહરેમાં એક જ દિવસમાં પાંચ ઈન્સ્પેક્ટરની આંતરિક બદલી કરતા પોલીસ બેડામાં આ બાબતનું ચર્ચાએ જોર પકડ્યુ છે.શહેરની જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આ પાંચ આંતરિક બદલીઓ કરવામાં આવી છે.આ બદલી શહેરમાં કોટડા પોલીસ સ્ટેશન,ખાડિયા પોલીસ સ્ટેશન,SOG,મહિલા અને કંટ્રોલ રુમના પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે.
અમદાવાદના પોલીસ કમિશનરનો નિર્ણય
અમદાવાદ શહેરના પાંચ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટરની એક જ દિવસમાં અચાનક બદલી કરવામાં આવી છે.આગામી એપ્રિલથી નવું નાણાકિય વર્ષ શરુ થાય તે પહેલા જ શહેરના પોલીસ સ્ટેશનનમાં અચાનક જ આ રીતે આંતરિક બંદલી કરી નાખી હતી.અમદાવાદ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ બદલીનો નિર્ણય કર્યો હતો.આ નિર્ણયને કારણે હાલ પોલીસ બેડામાં આ બાબતનું ચર્ચાએ જોર પકડ્યુ છે.હાલ આ બદલી વહીવટી કારણોસર કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. રાજ્યમાં હજુ ગઈકાલથી આજ સવાર સુધી 17 જેલોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રાજ્યની 17 જેલોમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું
ગુજરાતની 17 જેલોમાં ગઈકાલે રાતથી આજ સવારના 7 વાગ્યા સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.આ સર્ચ ઓપરેશન દરમિયાન સાબરમતી જેલમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા.આ માદક દ્રવ્યોને લઈને સેન્ટ્રલ જેલ ખાતે FSLની ટીમ આવશે.આ તપાસ બાદ રિપોર્ટ બનાવી ગૃહ વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.આ સર્ચ ઓપરેશનમાં 1700 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.