અમદાવાદ : ભાજપના કયા દિગ્ગજ નેતાને પોલીસ સાથે થઈ બબાલ? જાણો શું છે કારણ?

HM News
1 Min Read

અમદાવાદ : આજે ગુજરાતમાં યોજાયેલી 6 મનપાની મતગણતરી ચાલી રહી છે.ત્યારે અમદાવાદ મનપાની પણ મતગણતરી ચાલી રહી છે,ત્યારે મતગણરી પહેલા અમદાવાદ મનપાના પૂર્વ દંડક બિપિન સિક્કાની પોલીસ સાથે માથાકૂટ થઈ હતી.બિપિન સિક્કા સરદારનગર વોર્ડના કાઉન્સિલર છે.

પોલીસના અન્ય સ્ટાફ અને ભાજપના કાર્યકરોએ મામલો થાળે પાડ્યો હતો.પ્રિમાઇસિસમાં જવાને લઇ માથાકૂટ થઇ હતી.ગુજરાતમાં અમદાવાદ,સુરત,વડોદરા,રાજકોટ,જામનગર અને ભાવનગર એ 6 મહાનગર પાલિકાની ચૂંટણીમાં સરેરાશ 48.15 ટકા મતદાન નોંધાયું હતું.

છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીઓમાં સરેરાશ 48.15% મતદાન નોંધાયું હતું અને તેમાં અમદાવાદમાં સૌથી ઓછું 42.53% મતદાન નોંધાયું છે. જામનગરમાં સૌથી વધુ 53.64% મતદાન નોંધાયું હતું. બપોરે 3.30 વાગ્યા સુધીમાં દરેક શહેરોમાં મતદાનની સરેરાશ 27 ટકાની આસપા ની હતી પણ છેલ્લા અઢી કલાકમાં મતદાન વધતાં સરેરાશ 21.32% ઉછળી 48.15% પર પહોંચી હતી. ભાજપ પ્રમુખ સી.આર. પાટિલે તેમના પક્ષનો ભવ્ય વિજય થશે તેવો દાવો કર્યો છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *