અમદાવાદ ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રએ કોંગ્રેસમાં ઊભા રહેલા ભાઈને સમર્થન આપતા પોલીસે અટકાયતમાં લીધો

HM News
2 Min Read

– માથાભારે તત્વોની અટકાયત કરી હોવાનું પોલીસનું નિવેદન

વેજલપુર પોલીસ કોંગ્રેસના સમર્થનમાં રહેલા એક વ્યક્તિની બપોરે 12 વાગે અટકાયત કરી છે.વેજલપુરમાં વિસ્તારમાં રહેતા રાજેશભાઈ ઠાકોરના પિતા મધુભાઈ ઠાકોર ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને હાલ ભાજપના નેતા પણ છે સાથે જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં રાજેશભાઇનો પિતરાઈ ભાઈ મહેશભાઈ કોંગ્રેસના વેજલપુર વોર્ડના ઉમેદવાર છે.રાજેશભાઈ દ્વારા આંતરિક રીતે મહેશભાઈને સમર્થન આપવામાં આવી રહ્યું છે.

હાલ વેજલપુર પોલીસે રાજેશભાઇની અટકાયત કરી છે જે મામલે રાજેશભાઈ એ જણાવ્યું હતું કે હું વિસ્તારમાં ભુવાજી તરીકે જાણીતો છે લોકો મને માને છે અને મારો ભાઈ ચૂંટણીમાં ઊભો રહ્યો જેને મે સાથ આપ્યો છે.આજે 12 વાગે વેજલપુર પોલીસ વિના કોઈ કારણ મારી અટકાયત કરી છે. વેજલપુર પોલીસ ચૂંટણીમાં અડચણરૂપ છે તેમ કહીને અટકાયત કરી હતી. પરંતુ કોઈ ગુનો પણ નોંધ્યો નથી જ્યારે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એલ.ડી.ઓડેદરાએ જણાવ્યું હતું કે,વિસ્તારના માથાભારે તત્વો જે ચૂંટણીમાં અડચણ રૂપ છે તેમની અટકાયત કરી છે અને સાંજે 6 વાગે તેમને છોડી દેવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું.

નરોડામાં હસપુરા ગામના બુથમાં બબાલ થઈ હતી.બુથમાં આઈકાર્ડ વગરના વ્યક્તિ EVMની બાજુમાં બેઠા હતા તેને લઈને સ્થાનિક એ બબાલ કરી હતી. સવારથી લઈને અત્યાર સુધી આ વ્યક્તિ કોઈ નિમણૂક પત્ર વગર બેઠા હતા.તેઓએ જણાવ્યું હતું કે, મારી નિમણૂક થઈ છે, પણ આઈકાર્ડ નથી આપ્યું ત્યારબાદ સ્થાનિકએ હોબાળો કરતા પોલીસ અને ચૂંટણી અધિકારી એ આવીને તપાસ કરી.સાથે સ્થાનિકએ હોબાળો કરતા ચૂંટણી અધિકારીએ 10:41 વાગે તેનો નિમણૂક પત્ર ઇસ્યુ કર્યું. જેથી આ બુથની કામગીરી પર સવાલો ઉભા થઇ રહ્યા છે.સાથે સ્થાનિક એ બોગસ વોટિંગના આક્ષેપ કર્યા છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *