અમદાવાદ માં ભાજપ તરફી માહોલ જામી રહ્યો છે અને અહીં વોર્ડ નમ્બર 24 મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ તેમજ 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે.જેમાં જોધપુર,થલતેજ અને વસ્ત્રાલમાં ભાજપની પેનલ જીતી ગઈ છે.શરૂઆતમાં બહેરામપુરામાં ઓવૈસીની AIMIM, જ્યારે દાણીલીમડામાં ભાજપ અને કોંગ્રેસ 2-2 બેઠક પર આગળ છે.દરિયાપુર અને ચાંદખેડા વોર્ડમાં કોંગ્રેસ,જ્યારે જોધપુર,અસારવા,સૈજપુર બોધા,નવા વાડજ,ગોતા,બાપુનગર,નિકોલ,ખોખરા, નવરંગપુરા અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે.શરૂઆતમાં ભાજપ 58 બેઠક પર અને 8 બેઠક પર કોંગ્રેસ આગળ હોવાનું જાણવા મળ્યું છે ભાજપે વિજય મનાવવાની આગોતરી તૈયારીઓ શરૂ કરી દીધી છે.