ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ઉમેદવારો નક્કી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે,જેના ભાગરૂપે અમદાવાદ મહાનગરપાલિકાના 46 વોર્ડના દાવેદારોને સાંભળવા માટે 4 ઝોનમાં કામગીરી હાથ ધરાઇ છે. હાલમાં કુલ 2 હજાર દાવેદારો પૈકી 1400 દાવેદારો હોવાનું શહેર પ્રમુખ શશીકાંત પટેલે જણાવ્યું હતું.
પ્રમુખ શશીકાંત પટેલના કહ્યા પ્રમાણે 1400 દાવેદારો માટે 4 ઝોનમાં ધારાસભ્યો,સાંસદ સહિતના નેતાઓની કમિટી બનાવવામાં આવી છે.આ કમિટી કોર્પોરેટરની ચૂંટણી લડવા માગતા દાવેદારોને સાંભળી રહી છે.બાયોડેટાના આધારે દાવેદારોને પ્રશ્ન કરવા અને અરજી પર મુલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.દાવેદારોની સમાજ,પક્ષની કામગીરી,વોર્ડમાં બુથની કામગીરી સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવે છે.તેમણે વધુમાં કહ્યું હતું કે,ચૂંટણી જાહેર થાય તે પહેલા ઉમેદવારોની પેનલ તૈયાર કરી નાખવી તેવી ગણતરી છે.


