– કોરોનાના કેસોમાં વધારો નોંધાતા સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા મામલે વાલીઓ હાલ રાહ જોવાના મૂડમાં છે.
– રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો નિર્ણય હજુ થોડો મોડો કરે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે
અમદાવાદ : દિવાળી વેકેશન આજથી ફરી એકવાર સ્કૂલો શરૂ થશે.ત્યારે સ્કૂલોમાં શિક્ષકોએ આજે થવાનું રહેશે.રાજ્યની સ્કૂલોમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાયું હતું.સરકાર દ્વારા શિક્ષકોને 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન અપાયું હતું.દિવાળી વેકેશન પૂર્ણ થતાં ફરી એકવાર બાળકોના ઓનલાઈન કલાસ પણ શરૂ થશે.
સ્કૂલો ખોલવા આખરી ઓપ અપાયો
કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી બાળકો સ્કૂલોમાં જઈ અગાઉની જેમ અભ્યાસ નથી કરી શક્યા.સરકારના નિર્ણય મુજબ 23 નવેમ્બરથી ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખૂલશે.આવામાં શાળામાં તમામ તૈયારીઓને પણ આખરી ઓપ અપાશે.જોકે કોરોનાના કેસોમાં વધારો નોંધાતા સ્કૂલો ઓફલાઈન શરૂ કરવા મામલે વાલીઓ હાલ રાહ જોવાના મૂડમાં છે.રાજ્ય સરકાર વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખોલવાનો નિર્ણય હજુ થોડો મોડો કરે તેવી વાલીઓ દ્વારા માંગ કરાઈ છે.
બાળક જીવતા રહેશે તો ભણી શકશે – વાલી
આગામી 23 નવેમ્બરથી ધો.9 થી 12 ની શાળા શરૂ થવાની છે.ત્યારે સરકારના આ નિર્ણય મામલે વાલીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, સરકારે જાહેરાત કરી ત્યારે અને હાલની સ્થિતિમાં ફરક છે.હાલમાં સ્થિતિ વધુ ગંભીર બની છે,બાળકો ગભરાઈ રહ્યા છે.પરિસ્થિતિ સુધરે તે બાદ સરકારે નવો નિર્ણય કરવો જોઈએ.બાળક જીવતા રહેશે તો ભણી શકશે.બાળકો સંક્રમિત થશે તો તેમના પરિવાર પર સીધી અસર થશે.હાલના તબક્કે વિદ્યાર્થીઓને બોલાવવા જોઈએ નહિ.