– ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે તળાવનું નવીનીકરણ
કેન્દ્રીય ગૃહ અને સહકારપ્રધાન અમિત શાહે ગઈ કાલે ગાંધીનગરના કલોલ તાલુકાના વડસર ગામમાં ૬ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.અહીં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના કોઈ પણ ગામનાં તળાવો એકબીજા સાથે લિંક છે.પૂર્વજોએ તળાવનું નિર્માણ એવી રીતે કર્યું હતું કે કોઈ પણ ગામના તળાવનું પાણી ઊભરાય તો અન્ય ગામના તળાવમાં પાણી જાય,પરંતુ આઝાદી પછી કોઈએ આ તળાવના એકબીજાના જોડાણ કરતા આવરા કે માર્ગની સફાઈની ચિંતા કરી નહોતી,જેને કારણે તળાવો સુકાવા લાગ્યાં,તળાવ નજીક કચરાના ઢગલા થવા લાગ્યા.ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા કનૅલની સુચારુ વ્યવસ્થા ગોઠવી છે. રાજયમાં ધીમે-ધીમે પાણીનાં તળ ઊંચાં આવી રહ્યાં છે.