મુંબઈ, તા. 24 માર્ચ 2022, ગુરૂવાર : બોલીવુડ સ્ટાર્સને લઈને ચાહકોમાં એક અલગ જ ક્રેઝ જોવા મળતો હોય છે.સ્ટાર્સની આવનારી ફિલ્મો હોય કે,પછી તેમના જીવન સાથે જોડાયેલી કોઈપણ બાબત હોય, ચાહકો તેમના મનપસંદ સેલેબ્સ વિશે બધું જ જાણવા માગે છે.આ સાથે ચાહકો હંમેશા તેમના ફેવરિટ એક્ટર અને એક્ટ્રેસના અસલી નામ જાણવા માટે ઉત્સુક હોય છે.આજે આ સ્ટોરી દ્વારા અમે તમને એવા ફેમસ સ્ટાર્સ વિશે જણાવીશું જેમણે પોતાની ઓળખ તેમના અસલી નામથી નહીં પરંતુ અન્ય નામોથી બનાવી છે.આ લિસ્ટમાં કેટલાક એવા સ્ટાર્સના નામ સામેલ છે જેમાં પ્રખ્યાત કવિ હરિવંશ રાય બચ્ચનના પુત્ર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો સમાવેશ થાય છે.જાણો કેટલાક દિગ્ગજો વિશે જેમણે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકતા પહેલા જ પોતાન નામ બદલી નાખ્યા હતા.
1.અમિતાભ બચ્ચન
સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો ડાયલોગ ‘હમ જહાં ખડે હોતે હૈ,લાઈન વહીં સે શરૂ હો જાતી હૈ’,બધાએ સાંભળ્યો જ હશે.જરા વિચારો કે જો ઈન્કલાબ શ્રીવાસ્તવ આ જ ડાયલોગ બોલ્યા હોત તો કેવું લાગ્યું હોત.હાં,હરિવંશ રાય બચ્ચને તેમના પુત્રનું નામ ઈંકલાબ શ્રીવાસ્તવ રાખ્યું હતું.જે બોલીવુડમાં પ્રવેશતા પહેલા બદલીને અમિતાભ બચ્ચન રાખી દેવામાં આવ્યું હતું.
2. સલમાન ખાન
હવે વાત કરીએ એવા સુપરસ્ટારની જે ઉંમરના આ તબક્કે પણ લાખો દિલોની ધડકન બની ચૂક્યાં છે.અમે વાત કરી રહ્યા છીએ સલમાન ખાનની,તેમનું સાચું નામ અબ્દુલ રાશિદ ખાન છે.ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા પહેલા તેમણે પોતાનું નામ સલમાન ખાન કર્યું જે ફિલ્મો હિટ કરવાની ગેરંટી બની ગઈ હતી.
3. રાજેશ ખન્ના
હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાનું સાચું નામ જતિન હતું.અહેવાલો અનુસાર,જતિનનું નામ તેના કાકાએ બદલીને રાજેશ ખન્ના રાખ્યું હતું.તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે,આ નામ એટલું પ્રખ્યાત થઈ જશે અને તેમની એક ઝલક જોવા ચાહકો કલાકો સુધી રાહ જોતા રહેશે.
4. અક્ષય કુમાર
બોલીવુડ ખેલાડી અક્ષય કુમારનું સાચું નામ રાજીવ હરિ ઓમ ભાટિયા છે.જ્યારે અભિનેતાએ ફિલ્મી દુનિયામાં કામ કરવાનું નક્કી કર્યું ત્યારે તેમણે નામ અક્ષય કુમાર રાખ્યું હતું.નામ અને કામની અસર એવી છે કે,કલાકારો ધના- ધન ફિલ્મો કરી રહ્યા છે.
5.મિથુન ચક્રવર્તી
જેઓ 80ના દાયકાના સુપરસ્ટાર હતા,તેમણે પોતાની જબરદસ્ત ડાન્સિંગ સ્ટાઈલ અને એક્શનથી દર્શકોના દિલ જીતી લીધા હતા,એવા જ એક કલાકાર છે જેમનો સુંદર ચહેરો,ગમતો અવાજ અને રફ-ટફ સ્ટાઈલે કમાલ કરી દીધો હતો.બોલીવુડના પહેલા ડિસ્કો ડાંસર મિથુનનું અસલી નામ ગૌરાંગા ચક્રવર્તી છે.
6.સૈફ અલી ખાન
બોલિવૂડના નવાબ એટલે કે,સૈફ અલી ખાનનું સાચું નામ સાજીદ અલી ખાન છે.શર્મિલા ટૈગોરના પુત્રનું નામ બહુ બદલાયું નથી.
7. જિતેન્દ્ર
ફિલ્મફેર લાઈફ ટાઈમ અચીવમેંટથી સન્માનિત દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રનું સાચું નામ રવિ કપૂર છે.જિતેન્દ્રના નામથી ફેમસ આ એક્ટર ખાસ સ્ટાઈલમાં ડાંસ કરવા માટે જાણીતા છે.