મણિપુરના રાજકીય કાર્યકર એરેન્ડ્રો લેઈચોંબમે અમિત શાહની લેઈશામ્બા સાનાજાઓબા સાથેની તસવીર ફેસબુક પર મૂકીને કરેલી કોમેન્ટના કારણે તેની સામે રાજદ્રોહનો કેસ થઈ ગયો છે.રાજ્યસભાની તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા લેઈશામ્બા શાહને મળવા ગયા ત્યારે હાથ જોડીને ઝૂકીને પ્રણામ કર્યા હતા.મણિપુરમાં ભાજપ સરકાર છે એ જોતાં શાહની ઈચ્છાથી આ કેસ થયો છે એ કહેવાની જરૂર નથી.

મણિપુરી ભાષામાં કરેલી કમેન્ટ સામે રાજદ્રોહનો કેસ
લેઈશામ્બા મણિપુરના રાજા કહેવાય છે.એરેન્ડ્રોએ આ તસવીર પર મણિપુરી ભાષામાં કમેન્ટ લખી હતી કે,નોકરનો દીકરો.આ કોમેન્ટના કારણે તેની સામે રાજદ્રોહનો કેસ થઈ ગયો છે.એરેન્ડ્રોએ હાર્વર્ડ યુનિવસટીમાંથી ઈકોનોમિક પોલિસીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને મણિપુરમાં રાજકીય ચળવળ ચલાવે છે.
વિશ્લેષકોના મતે, એરેન્ડ્રોએ કરેલી કોમેન્ટ અપમાનજનક છે પણ તેના કારણે રાજદ્રોહનો કેસ ના કરી શકાય.આ કોમેન્ટ લેઈશામ્બાના સંદર્ભમાં છે.લેઈશામ્બા સાંસદ છે પણ સત્તામાં નથી એ જોતાં રાજદ્રોહની કલમ લગાવવાથી વધારે હાસ્યાસ્પદ કશું ના કહેવાય.આ કેસ કરીને સરકારે એરેન્ડ્રોને વણજોઈતી પ્રસિધ્ધી આપી દીધી છે.

