હાલમાં જ કોરોનાને મ્હાત આપીને બહાર આવેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહને શ્વાસની તકલીફ ઉભી થતા એઈમ્સમાં દાખલ કરાયા છે.શાહ હાલમાં કોરોના પોઝીટીવ જાહેર થયા હતા અને તેઓ દિલ્હીની મેદાન્તા હોસ્પીટલમાં કોરોનાના સંક્રમણની સારવાર લીધા બાદ નેગેટીવ રીપોર્ટ આવતા જ તેમના નિવાસે આરામ અને એક સપ્તાહના સેલ્ફ કવોરન્ટાઈનમાં હતા ત્યાં જ ગઈકાલે રાત્રે તેમને શ્વાસની તકલીફ ઉભી થઈ હતી અને તુર્ત જ દિલ્હીમાં એઈમ્સમાં દાખલ કરાયા હતા.
શાહને એઈમ્સના આઈસીયુમાં રાખવામાં આવ્યા છે અને તેમના સ્વાસ્થ્ય પર તબીબોની ખાસ પેનલ નજર રાખી રહી છે.શાહનો કોરોના નેગેટીવ રીપોર્ટ આવ્યા બાદ જે તકલીફ ઉભી થઈ તેનાથી ચિંતાનું મોજુ સર્જાયુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઈમ્સના તબીબો સાથે વાતચીત કરીને શાહના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી.

