ગાંધીધામ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે.આ દરમિયાન કચ્છમાં ગાંધીધામ ખાતે તેમણે 17 એકરમાં તૈયાર થનારા કંડલા ઇફ્કોના નેનો DAP પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યુ છે.તેમણે કહ્યું કે જ્યારે હું ધારાસભ્ય બન્યો હતો ત્યારે કલોલમાં ઇફકોનો પ્લાન્ટ હતો.આજે ગાંધીધામમાં નેનો ડીએપી પ્લાન્ટ બનવા જઈ રહ્યો છે.ભૂમિપૂજન કરવા સાથે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે નેનો DAPના કારણે ખેડૂતોની જમીનને બિલકુલ નુકસાન નહીં થાય.ભારત વિશ્વને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બતાવશે.
સહકારિતા મંત્રાલાય બન્યું ત્યારે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, સહકાર મંત્રાલયના માધ્યમથી દેશના ખેડૂતોને સમૃદ્ઘ બનાવવાના છે.જેમાં આજે ઇફ્કો મારી સાથે છે.આજે નેનો ડીએપી (તરલ)નું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે.આગામી પાંચ વર્ષમાં ત્રણ લાખ પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ રજીસ્ટર્ડ કરવાનું અમારું લક્ષ્યાંક છે.તેમણે જણાવ્યુ કે આ પ્લાન્ટ થકી વિદેશોમાં પણ વિવિધ પેદાશોની નિકાસ કરવાનું લક્ષ્ય છે.હાલમાં ભારતમાં ડીએપીની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. પરંતુ આ પ્લાન્ટથી ડીએપીની આયાત ઘટશે.નેનો ડિએપીના લીધે ઉત્પાદન વધશે જેથી ભારતને વિદેશોમાંથી ઘઉં ચોખાની કરવી પડતી આયાત ઘટશે.સરકારનું લક્ષ્ય દેશભરના ખેડૂતોની આવક વધારવાનું છે.
અમિત શાહે જણાવ્યુ કે, ‘IFFC નું પ્લાન સ્થાપવાથી દેશને પણ ઘણો બધો ફાયદો થશે. DAP (લિકવિડ) સરકારને પણ ઘણો બધો ફાયદો થશે કારણ કે સરકારને પણ સબસિડીમાં ઘણો ઘટાડો આવશે.નેનો DAP છોડના મૂળ સુધી ઉતરતું નથી અને છોડના ઉપરના પરત સુધી જ રહે છે.જેના કારણે જમીનને નુકસાન પહોંચતું નથી અને ખેડૂતોને સારી ઉપજ મળે છે.તેનાથી પાણી પણ પ્રદૂષિત નહીં થાય અને ઉપજ પણ વધશે.ભારત સરકારને 10 કરોડની સબસિડીની બચત થશે.
ભારત અન્ય ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યુ– અમિત શાહ
તેમણે જણાવ્યુ કે આજે ભારત અન્ય ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યુ છે.વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશને હરીત ક્રાંતિની જરુર છે.જો કે આ હરીત ક્રાંતિ અલગ પ્રકારની હશે.પ્રાકૃતિક ખેતીની હરીત ક્રાંતિ લાવવાની છે.માત્ર ઉત્પાદન જ નથી પરંતુ દુનિયાભરને પ્રાકૃતિક ખેતીનો રસ્તો બતાવવાનો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૈજ્ઞાનિક આયોજનના કારણે અન્ન ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર બન્યું છે.આજે અમિતશાહ BSFના મૂરિંગ પ્લેસનું ભૂમિપૂજન અને વિવિધ પ્રોજેક્ટનું ઈ-લોકાર્પણ કરશે.આ પછી હરામીનાળાની મુલાકાત લીધા બાદ ભૂજ જેલના કેદીઓ સાથે આઝાદી કે અમૃત મહોત્સવ અંતર્ગત ટ્રાન્સફોર્મેશન @75 સમારોહમાં હાજરી આપશે.