By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકન લશ્કરે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવ્યો : ચીનનો આરોપ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકન લશ્કરે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવ્યો : ચીનનો આરોપ
GeneralInternational

અમેરિકન લશ્કરે વુહાનમાં કોરોના વાઇરસ ફેલાવ્યો : ચીનનો આરોપ

HM News
Last updated: 14/03/2020 8:43 AM
HM News
5 years ago
Share
SHARE

– અમેરિકન અધિકારી રોબર્ટ રેડફિલ્ડે સંસદને કહ્યું હતું કે દેશમાં કોરોનાથી કેટલાંક લોકોના મોત થયા હતા

અમેરિકા અને ચીનના અધિકારીઓએ કોરોના વાયરસના જન્મ બાબતે એક-બીજા ઉપર આરોપ મૂક્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ અમેરિકન લશ્કર ઉપર ગંભીર આરોપ મૂક્યો હતો કે વુહાનમાં કોરોના વાયરસ અમેરિકન લશ્કરે ફેલાવ્યો છે.

અમેરિકા અને ચીન વચ્ચે કોરોના વાયરસ મુદ્દે નવો વિવાદ શરૂ થયો છે. અમેરિકા-ચીનના અધિકારીઓએ એક બીજા ઉપર આરોપો મૂકી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓબ્રાયને એવો આરોપ મૂક્યો હતો કે ચીને વાયરસ ફેલાયો પછી પણ સારવારમાં અને પગલાં ભરવામાં ઢીલ કરી એટલે દુનિયાભરમાં વાયરસ ફેલાઈ ગયો છે.

એ પછી ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અમેરિકા ઉપર ગંભીર આરોપ મૂકતા ટ્વીટ કર્યું હતું કે વુહાનમાં અમેરિકન લશ્કરે જ કોરોના વાયરસ ફેલાવ્યો છે.

આ ચીની અધિકારીએ અમેરિકન અધિકારી રોબર્ટ રેડફિલ્ડનો એક વિડીયો શેર કર્યો હતો, જેમાં રેડફિલ્ડ અમેરિકન સંસદ સમક્ષ કબૂલે છે કે અમેરિકામાં અમુક લોકોને કોરોના વાયરસ થયો હતો, પરંતુ તેની જાણ પછીથી થઈ હતી કે તે કોરોના વાયરસ હતો.

અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડિરેક્ટર રોબર્ટ રેડફિલ્ડનો આ વિડીયો પુરાવા તરીકે મૂકીને ચીનના અધિકારીએ અમેરિકાના લશ્કર ઉપર ગંભીર આરોપ મૂક્યો હતો.

ચીની અધિકારીની ટ્વિટ પછી હોબાળો થયો એટલે ચીને સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે અધિકારીની ટ્વીટમાં તેમનો અંગત અભિપ્રાય વ્યક્ત થયો છે. અગાઉ રશિયન જાસૂસે પણ એવો આરોપ લગાવ્યો હતો કે ચીનની લેબોરેટરીમાં બાયોવેપન્સ તરીકે કોરોનાનો ઉદ્ભવ થયો છે.

ચીનમાં કોરોનાનો પહેલો કેસ નવેમ્બર-2019માં નોંધાયો હતો

ચીની સરકારના ડેટાના આધારે ચીનના અખબારે દાવો કર્યો હતો ચીનમાં કોરોનાનો પહેલો કેસ નવેમ્બર-2019માં નોંધાયો હતો. 17મી નવેમ્બર-2019ના દિવસે કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો હતો.

ડિસેમ્બરના છેલ્લાં સપ્તાહમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હોવાનું અગાઉ ચીને કહ્યું હતું, પરંતુ ચીની સરકારના જ આંકડા પ્રમાણે 2019માં 31મી ડિસેમ્બર સુધીમાં 266 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો. સરકારી ડેટાના આધારે દાવો કરાયો હતો કે હુબેઈ પ્રાંતના એક 55 વર્ષના આધેડને સૌપ્રથમ કોરોના હોવાનું નિદાન થયું હતું.

પૂર્વ PM ઈમરાન ખાન પર ફરી ધરપકડની લટકતી તલવાર
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આસામ અને અરુણાચલ પ્રદેશના સીમા વિવાદનો આખરે અંત આવ્યો
દાઉદના નજીકના ગણાતા છોટા શકીલના બનેવી સલીમ ફ્રૂટની NIA દ્વારા ધરપકડ
NCB એક્સન મોડમાં : શાહરુખ ખાનના ઘર મન્નતમાં દરોડા પાડવાની તૈયારી, આર્યનની પોલીસ કસ્ટડી વધુ એક દિવસ વધારવાની અરજી દાખલ
ભાગીદારીની લાલચ આપી બિલ્ડર સાથે ૪૦ લાખની છેતરપિંડી કરનાર શખ્શની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article કોરોના વાઇરસથી દેશની ટેક્સ વસૂલાત અને આર્થિક ગ્રોથ ઘટશે
Next Article ગુજરાતમાં જમીન હસ્તાંતરણના 62 વિવાદો: 96 હજાર કરોડનું રોકાણ ફસાયું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up