અમેરિકન સંસદમાં ટ્રમ્પ સમર્થકોની લોહિયાળ હિંસા, ગૃહયુદ્ધની આશંકાથી દુનિયાભરમાં ખળભળાટ

HM News
4 Min Read

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ બુધવારે સંસદના કેપિટોલ હિલમાં જબરદસ્તીથી પ્રવેશ કર્યો હતો અને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પરાજય હોવા છતાં હિંસાની ઘટના સામે આવી હતી.ટ્રમ્પના સમર્થકો અમેરિકન લોકશાહીના પ્રતીક કહેવાતા કેપિટોલ હિલના બિલ્ડિંગમાં પ્રવેશ્યા જ્યારે ધારાસભ્યો ચૂંટણીમાં જો બાઇડેન (Joe Biden)ની જીતની સત્તાવાર રીતે જાહેરાત કરવાની તૈયારી કરી રહ્યા હતા.ટ્રમ્પ સમર્થકોએ અચાનક સંસદમાં પ્રવેશ કર્યો અને સુરક્ષા કર્મચારીઓએ સાંસદોને સૈન્યની છાવણી પર લઈ જવું પડ્યું.આ હિંસામાં એક પ્રદર્શનકારનું મોત નીપજ્યું છે અને આઈડી જેવો વિસ્ફોટક પણ મળી આવ્યો છે.ટ્રમ્પ સમર્થકોની હિંસા બાદ સંસદ ભવનની અંદર મોટી સંખ્યામાં સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા છે અને હવે કાર્યવાહી ફરી શરૂ થઈ છે.બીજી તરફ ટ્રમ્પના વિરોધીઓએ તેને ગૃહયુદ્ધ લડવાનો પ્રયાસ ગણાવ્યો છે. આ બધાની વચ્ચે દુનિયાભરના નેતાઓ આ હિંસાની આલોચના કરી રહ્યા છે.

સંસદની બહાર પોલીસ સાથે પ્રદર્શનકારીઓની અથડામણ,સાંસદોને ભાગવું પડ્યું

ટ્રમ્પ સમર્થકો કેપિટોલ હિલ બિલ્ડિંગની સામે પોલીસ સાથે અનેક વખત અથડાયા હતા અને કેટલાંક લોકો સંસદની અંદર પ્રવેશ કરવામાં સફળ થયા હતા. આ દરમિયાન સંસદની અંદર અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું હતું અને ઘણા સાંસદોએ ગૃહની અંદરથી પોતાનું કામ છોડીને ભાગવું પડ્યું હતું. તે જ સમયે સેનેટના દરવાજા સુરક્ષિત રીતે બંધ કરી દેવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાંસદોને સુરક્ષિત રાખવા માટે યુએસ આર્મીના કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા. યુ.એસ.માં બપોરે બે વાગ્યે ટ્રમ્પે એરિઝોનાના ઇલેકટરોલ વોટને લઇ ટ્રમ્પ સમર્થકોની આપત્તિ પર ચર્ચા થઇ રહી હતી. દરમિયાન સાંભળવામાં આવ્યું કે પ્રદર્શનકારીઓ ઘૂસી ગયા અને તેઓ સેનેટ ચેમ્બરની બહાર છે. ત્યારબાદ ચર્ચાને રોકી દેવામાં આવી હતી. વિરોધ કરનારા સેનેટના ત્રીજા માળે પહોંચ્યા હતા અને આ દરમિયાન તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. સુરક્ષા કર્મચારીઓએ વિરોધીઓને ભગાડવા માટે બંદૂક તાણવી પડી હતી.

સંસદ પર હુમલામાં મહિલાનું મોત,ગૃહયુદ્ધની આશંકાથી દુનિયા હચમચી ગઇ

અમેરિકાની લોકશાહીનું પ્રતિક કેપિટલ હિલ બિલ્ડિંગમાં હિંસામાં એક મહિલાનું મોત અને અનેક ઘાયલ થયા છે.એટલું જ નહીં આ હિંસાથી બાઇડેનના રાષ્ટ્રપતિની પસંદગી કરવાની બંધારણીય પ્રક્રિયા અટકી ગઈ.જો કે સુરક્ષા દળો આવ્યા ત્યારે તે ફરી શરૂ કરવામાં આવ્યું હતું.એવું કહેવામાં આવી રહ્યું છે કે ભીડ એટલી મોટી હતી કે પોલીસકર્મીઓ ઓછા પડ્યા અને હજારો લોકો અમેરિકન લોકશાહીના મંદિરમાં પ્રવેશ્યા. સંસદમાં ચૂંટણી મતની ગણતરીની પ્રક્રિયા ચાલતી હતી.આ હિંસા બાદ સંસદના બંને ગૃહોને તાળાબંધી કરી દેવામાં આવી. ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સ અને અન્ય સાંસદોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.સીએનએનના અહેવાલ મુજબ હિંસામાં એક મહિલાનું મોત નીપજ્યું છે.ઘણા પોલીસ અધિકારીઓ પણ ખરાબ રીતે ઘાયલ થયા છે.

રાજધાનીમાં કર્ફ્યુની ઘોષણા બાદ ટોળા વિખેરવા લાગ્યા હતા.પોલીસે અનેક વિરોધીઓની અટકાયત કરી છે. સંસદની બેઠક ફરી શરૂ થઈ છે.બ્રિટીશ વડા પ્રધાન બોરિસ જ્હોનસન,કેનેડિયન પીએમ સહિત વિશ્વના નેતાઓએ હિંસાની નિંદા કરી છે. અમેરિકામાં ગૃહ યુદ્ધની આશંકા સમગ્ર વિશ્વમાં ફેલાય ગઇ.

ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વિટથી વિવાદ ભડકયો, ટ્વિટરે મૂકી દીધો પ્રતિબંધ

દરમિયાન, અભૂતપૂર્વ ચાલમાં ટ્વિટર પર બુધવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ખાતા પર 12 કલાક માટે પ્રતિબંધ મૂકી દીધો છે.જ્યારે તેમના સમર્થકો સંસદમાં પ્રવેશ્યા ત્યારે ટ્રમ્પ સતત ચૂંટણી અંગે ખોટા નિવેદનો આપતા રહ્યા હતા.આ પહેલા ટ્વિટર,ફેસબુક અને યુટ્યુબે ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણના તમામ ટૂંકા વીડિયો દૂર કર્યા હતા. આ વીડિયોમાં તે પોતાના સમર્થકોને ઘરે જવાનું કહેતા હતા પરંતુ આક્ષેપ પણ કરી રહ્યો હતો કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં સખ્તાઇ કરવામાં આવી હતી.વિરોધીઓએ કેપિટલ હિલ બિલ્ડિંગમાં પ્રવેશ્યાના બે કલાક પછી ટ્રમ્પે વીડિયો પોસ્ટ કર્યો હતો.ટ્વિટરે એક નિવેદન બહાર પાડતાં કહ્યું કે વોશિંગ્ટનમાં ચાલી રહેલી હિંસક પરિસ્થિતિના પરિણામે ડોનાલ્ડ ટ્રમ્પના ત્રણ ટ્વીટને દૂર કરવાની જરૂર છે,કારણ કે આ ટ્વીટ્સ અમારી સિવિક ઇન્ટિગ્રેસીટી પોલિસીનું ઉલ્લંઘન કરે છે.ટ્વિટરે કહ્યું છે કે આનો અર્થ એ છે કે આ ટ્વીટ્સ ડિલીટ કર્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક સુધી લૉક રહેશે.જો કે ટ્વીટ્સ કાઢી નખાવામાં આવી છે અને તેમનું ટ્વિટર એકાઉન્ટ લૉક રહેશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *