By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકાએ કર્યુ આયોજન, Metaverseમાં એરફોર્સની ટ્રેનિંગ અપાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકાએ કર્યુ આયોજન, Metaverseમાં એરફોર્સની ટ્રેનિંગ અપાશે
GeneralInternational

અમેરિકાએ કર્યુ આયોજન, Metaverseમાં એરફોર્સની ટ્રેનિંગ અપાશે

HM News
Last updated: 22/04/2022 5:46 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ 2022 ગુરૂવાર : મેટાવર્સમાં લગ્ન, રિસેપ્શન અને મ્યુઝિક કૉન્સર્ટ બાદ હવે વિમાનની ટ્રેનિંગ આપવામાં આવશે.તાજેતરમાં આવેલા રિપોર્ટસ મેટાવર્સમાં આ પ્રકારની ટ્રેનિંગ શરૂ થવા તરફ ઈશારો કરે છે.જોકે, અમેરિકી એરફોર્સએ સ્પેસવર્સ માટે ટ્રેડમાર્ક એપ્લિકેશન ફાઈલ કરી છે.યુનાઈટેડ સ્ટેટ પેટેંટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસમાં US Air Forceએ ટ્રેડમાર્ક એપ્લિકેશન ફાઈલ કરી છે.આ મેટાવર્સમાં એરફોર્સ પોતાના કર્મચારીઓને ટ્રેનિંગ આપશે.US એરફોર્સ તરફથી આપવામાં આવેલી જાણકારી અનુસાર સ્પેસવર્સનો ઉપયોગ એક્સટેંડેડ રિયલિટી ટ્રેનિંગ, ટેસ્ટિંગ અને ઓપરેશન એનવોર્મેન્ટ માટે કરવામાં આવશે.

શુ છે સ્પેસવર્સ?
છેલ્લા કેટલાક સમયથી મેટાવર્સ સતત ચર્ચામાં છે.આને ભવિષ્યની ટેકનોલોજી બતાવવામાં આવી રહી છે.કોરોના સમયગાળા દરમિયાન વર્ચ્યુઅલ રિયાલિટી (VR), ઓગમેન્ટેડ રિયાલિટી (AR) અને બ્રેઈન-કમ્પ્યુટર ઈન્ટરફેસ (BCI) પર આધારિત, આ ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.મેટાવર્સમાં જમીન ખરીદવાથી લઈને મ્યુઝિક કોન્સર્ટ અને લગ્ન થઈ રહ્યા છે.સ્પેસવર્સ આનુ જ એક રૂપ હશે.
અમેરિકી એરફોર્સ દ્વારા ફાઈલ પેટેંટ અનુસાર સ્પેસવર્સ એક સિક્યોર ડિજિટલ મેટાવર્સ છે, જે ટેરેસ્ટેરિયલ અને સ્પેસ ફિઝિકલ અને ડિજિટલ રિયલિટીસ પ્રદાન કરે છે.જેમાં સિંથેટિક અને સિમ્યુલેટેડ એક્સટેંડેડ રિયલિટી ટ્રેનિંગ, ટેસ્ટિંગ અને ઓપરેશન એનવોર્મેંટ મળશે.સરળભાષામાં સમજીએ તો સ્પેસવર્સમાં અમેરિકી એરફોર્સની ટ્રેનિંગ અપાશે.

શુ છે મેટાવર્સમાં ટ્રેનિંગનુ કારણ?
આ ટેકનોલોજી અમેરિકી સેનાએ મોડર્નાઈઝેશન કરવાનો ભાગ છે.અમેરિકાએ એવા સમય પર આ ટેકનોલોજી પર કામ કરવાનુ શરૂ કર્યુ છે જ્યારે રશિયા અને યુક્રેનની વચ્ચે લગભગ બે મહિનાથી યુદ્ધ ચાલી રહ્યુ છે.સ્પેસવર્સમાં આર્મીને શ્રેષ્ઠ અને નવી રીતે ટ્રેનિંગ આપવામાં આવશે.સૈનિકોની ટ્રેનિંગ એક લાંબી પ્રોસેસ છે અને જેમાં કેટલાક મહિનાનો સમય લાગે છે.કેટલાક ટ્રેનિંગ્સને પૂરી થવામાં તો એક વર્ષનો સમય લાગી જાય છે.મેટાવર્સ દ્વારા અમેરિકી એરફોર્સ ઘણો સમય બચાવી શકે છે.

ઓરેન્જ એલર્ટ હોય કે રેડ એલર્ટ સુરતીઓની મોજ મસ્તી પેન્ડીંગ રહેતી નથી
સુરત આમ આદમી પાર્ટીમાં નવાજુનીના એંધાણ, AAPના 3 મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાય તેવી શક્યતા
વડોદરામાં રવિવારની રજા માણવા રિસોર્ટમાં એકઠા થયા લોકો, પોલીસે દરોડા પાડતાં મચી દોડધામ…
GUJRERAના નવા ચેરમેન તરીકે IAS અનિતા કરવલની નિમણુંક, લાંબા સમયથી ખાલી પડેલી જગ્યા ભરાઈ
તબલીગી જમાત પર સ્વરા ભાસ્કર અને બબીતા ફોગાટ વચ્ચે ટ્વિટર વોરને લઈ મોટો ઝગડો થયો
Share This Article
Facebook Email Print
Previous Article દુકાનદારની ભૂલના કારણે ગ્રાહકનું નસીબ ચમક્યું, મળ્યા 6 કરોડ રૂપિયા
Next Article ધોનીનો છેલ્લા બોલે વિજયી ચોગ્ગો : મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સતત સાતમી મેચ હારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up