કોરોના પર મોડી કાર્યવાહી કરવા બદલ અમેરિકાએ ચીન પર કેસ દાખલ કર્યો છે.અમેરિકાએ ચીનની રાજધાની બેઈજિંગના કોરોના વાયરસના ખતરનાક હોવાનો દાવો મોડેથી કરનારની ધરપકડ કરવાનો અને સુચનાઓને જાહેર ન કરવાનો આરોપ લગાવ્યો છે.અમેરિકાનું કહેવું છે કે કોરોના વાયરસ પર ચીનના આ વલણને કારણે લગભગ તમામ દેશોને વૈશ્વિક મંદીનો સામનો કરવો પડી રહ્યો છે.
અમેરિકાએ ચીન પર કેસ દાખલ કર્યો
અમેરિકમાં એક રાજ્યએ આ કેસ મિસૌરી શહેરની જિલ્લા અદાલતમાં કર્યો છે.મિસૌરીના એટર્ની જનરલ એરિક સ્કમિટે ચીનની સરકાર,સત્તામાં બેઠેલી કોમ્યુનિસ્ટ પાર્ટી અને ચીનના અધિકારીઓ તેમજ સંસ્થા વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે.કોરોના મામલે ચીનનો આરોપ છે કે કોરોના મહામારીની શરૂઆતમાં જ ચીને પોતાની જનતાને અંધારામાં રાખી હતી.
ચીને તેમની હરકતનો યોગ્ય જવાબ આપવો પડશે
અમેરિકાએ આક્ષેપો કર્યા હતા કે ચીને મહત્વપૂર્ણ સુચનાઓ છુપાવી રાખી તેમજ પુરાવા હોવા છતાં મનુષ્ય સંક્રમણની વાત છુપાવી હતી.આ ઉપરાંત મેડિકલ શોધને નષ્ટ કરી,લાખો લોકોને વાયરસનો શિકાર થવા દીધા અને જરૂરી પીપીઈ કિટની સંગ્રહખોરી પણ કરી.અમેરિકા એ ગંભીર આરોપ લગાવ્યો કે ચીનની સરકારે વિશ્વ સમક્ષ ખોટું બોલ્યાં અને બીમારીને ફેલાવવાને રોકવા માટે કંઈ જ કર્યુ નથી.તેઓએ કહ્યું કે ચીને તેમની હરકતનો યોગ્ય જવાબ આપવો પડશે.