અમદાવાદ : ચાઈનીઝ કંપનીઓ પર હવે ભારત ઉપરાંત અન્ય દેશો પર પ્રતિબંધ મૂકી રહ્યા છે.ભારતે પ્રથમ વખત શરૂઆત કરતા ચીની કંપનીઓના કરારો રદ કર્યા બાદ 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે અમેરિકાએ ચીન સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.
યુએસ ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશને મંગળવારે 5-0થી મતદાન કરી ચીનની ટેક કંપની હ્યુવેઇ અને ZTE રાષ્ટ્રીય ખતરો ગણાવી હતી.આ સાથે જ અમેરિકી કંપનીઓને ઈકવિપેમેન્ટ ખરીદવા માટે મળતાં 8.3 અબજ ડોલરના ફંડ્સને ટ્રમ્પ વહીવટી તંત્રે રોકી દીધું છે. અમેરિકાના ટેલિકોમ રેગ્યુલેટરે નવેમ્બરમાં જ આ બાબતે 5-0થી મતદાન કર્યું હતું.
યુ.એસ. ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશન (એફસીસી) એ સ્પષ્ટ કહ્યું છે કે ટેલિકોમ કંપનીઓએ આ બે ચીની કંપનીઓના ઉપકરણોને તેમના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી દૂર કરવા પડશે. એફસીસીના અધ્યક્ષ અજિત પાયે કહ્યું કે અમે ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને અમેરિકાની સુરક્ષા સાથે ગરબડ નહીં કરવા દઈએ.FCC ના આદેશ અંગે ઝેડટીઇ અને હ્યુવેઇ તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નથી. જોકે આ અગાઉ તેમણે એફસીસીની કાર્યવાહીની કડક નિંદા કરી હતી.


