અમેરિકાના સૈનિકો દ્વારા ભુલથી એક તસવીર જાહેર કરી દેવામાં આવી છે.આ તસવીર અમેરિકાના પરમાણુ બોમ્બની છે.બ્રહ્માસ્ત્ર કહેવાતા આ પરમાણુ બોમ્બને ક્યા રાખવામાં આવ્યો છે તેની પણ જાણકારી આપી દેવામાં આવી છે.આ ભુલ ઓનલાઇન લર્નિંગ એપ્લિકેશનને કારણે થઇ હતી.
આ ઓનલાઇન લર્નિંગ એપ્લિકેશનનો ઉપયોગ અમેરિકી સૈનિકો દ્વારા ગુપ્ત સ્થળોની જાણકારીઓને યાદ રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે.પરમાણુ હિથયારોની સુરક્ષા કરી રહેલા જવાનોએ અજાણતા અનેક સંવેદનશીલ માહિતીને આ એપ્લિકેશનના માધ્યમથી જાહેર કરી દીધી છે.
હવે આ બધી જ માહિતી ઓનલાઇન જ ઉપલબ્ધ છે.જેમાં પરમાણુ હથિયારોના વર્ગીકૃત સ્થળો અને ગુપ્ત કોડના ઉપયોગની જાણકારી આપવામાં આવી છે જેનો ઉપયોગ સૈન્યના સભ્યો ગુપ્ત કોડના માધ્યમથી વાતચીત કરવા માટે કરતા હોય છે.
શેર કરવામાં આવેલી તસવીરો પરથી જ એ ખ્યાલ આવી શકે છે કે આ પરમાણુ બોમ્બ ક્યા રાખવામાં આવ્યા છે.જેમાં પુરા યુરોપમાં સુરક્ષા અને પરમાણુ ઉપકરણોના વિશિષ્ટ સૃથળોની જાણકારી આપવામાં આવી છે.જેનો ઉપયોગ સૈન્યને એ યાદ રાખવામાં મદદ કરે છે કે એક બેઝની અંદર ક્યા વિસ્તારમાં પરમાણુ બોમ્બ રાખવામાં આવ્યો છે અને ક્યા બેઝ ખાલી છે.


