નવી દિલ્હી : તા.30 મે 2022, સોમવાર: અમેરિકામાં ફાયરિંગની ઘટના બંધ થવાનું નામ નથી લઈ રહી.હવે ઓક્લોહોમામાં મેમોરિયલ ડે ફેસ્ટિવલમાં ફાયરિંગની ઘટના બની છે.ઓક્લોહોમામાં રવિવારે એક આઉટડોર મેમોરિયલ ડે ફેસ્ટિલવમાં ફાયરિંગ થયું હતું.આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું અને 7 અન્ય લોકો ઘાયલ થયા હતા.ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ફેસ્ટિવલમાં હજારોની સંખ્યામાં લોકો સામેલ થયા હતા.પોલીસે એક વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે.મેમોરિયલ ડે કાર્યક્રમમાં થયેલી ફાયરિંગનો શિકાર બનેલા લોકોની ઉંમર 9થી 56 વર્ષ વચ્ચેની છે.ફાયરિંગની માહિતી આપતા ઓક્લાહોમા સ્ટેટ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને એક નિવેદન બહાર પાડ્યું હતું.આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,આ ફાયરિંગમાં 39 વર્ષની એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે.આ ઘટનામાં 6થી વધારે લોકો ઘાયલ થયા હતા.
તેમાં કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.બધા ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.ઓક્લાહોમા પોલીસે આ ઘટનામાં એક આરોપી સ્કાઈલર બકનર માટે ધરપકડ વોરન્ટ બહાર પાડ્યો છે.આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે.પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે.એક રિપોર્ટ પ્રમાણે છેલ્લા કેટલાક સમયમાં અમેરિકામાં ફાયરિંગની અલગ-અલગ ઘટનાઓમાં 17 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.તેમાં 640 બાળકો પણ સામેલ છે