By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકાના પિટ્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર ઃ બેનાં મોત, ૧૧ ઘાયલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકાના પિટ્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર ઃ બેનાં મોત, ૧૧ ઘાયલ
GeneralInternational

અમેરિકાના પિટ્સબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર ઃ બેનાં મોત, ૧૧ ઘાયલ

HM News
Last updated: 18/04/2022 5:32 AM
HM News
3 years ago
Share
SHARE

પિટ્સબર્ગ, તા. ૧૭ : અમેરિકાના રાજ્ય પેન્સિલવેનિયાના પિટ્સબર્ગમાં ચાલી રહેલી એક પાર્ટીમાં રવિવારે વહેલી સવારે થયેલા ગોળીબારમાં બે લોકોનાં મોત થયા હતાં અને અન્ય ૧૧ લોકો ઘાયલ થા હતાં તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે.પિટ્સબર્ગ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું છે કે શહેરના નોર્થ સાઇડમાં આવેલ એરબીએનબી પ્રોપર્ટીમાં ચાલી રહેલી પાર્ટીમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો.આ પાર્ટીમાં ૨૦૦ વધુ લોકો હાજર હતાં.પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે લોકોમાં અફરાતફરી દોડી રહ્યાં હતાં.કેટલાક લોકો બારીમાંથી કૂદી રહ્યાં હતાં.અનેક ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં.પોલીસના જણાવ્યા અનુસાર ગોળીબારમાં બે સગીર કિશોરોના મોત થયા છે.જો કે અત્યાર સુધી તેમની ઓળખ થઇ શકી નથી.પાર્ટી હોલમાં ઓછામાં ઓછો ૫૦ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને હોલની બહાર પણ આટલા જ રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો.ઘટના સ્થળેથી રાઇફલ અને પિસ્તોલના ખાલી બોક્સ મળી આવ્યા હતાં.પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.આ દરમિયાન અમેરિકાના દક્ષિણ કેરોેલિનાના પાટનગર કોલંબિયામાં શનિવારે એક વ્યસ્ત મોલમાં થયેલ ગોળીબારની ઘટનાના સંદર્ભમાં પોલીસે ૨૨ વર્ષના શંકાસ્પદ યુવકની ધરપકડ કરી છે.ઉલ્લેખનીય છે ક ગોળીબારની આ ઘટનામા ૧૪ લોકો ઘાયલ થયા હતાં.કોલંબિયાના પોલીસ પ્રમુખ ડબ્લ્યુએચ સ્કિપ હોલબુ્રકે જણાવ્યું હતું કે શરૃઆતમાં અટકાયતમાં લેવાયેલા ત્રણ શંકાસ્પદોમાંથી એક હજુ પણ અટકાયતમાં છે અને તેના પર ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખવાનો આરોપ છે.

પ્રયાગરાજ હિંસાના માસ્ટરમાઈન્ડ જાવેદ પંપ બાદ હવે અન્ય 37 આરોપીઓના ઘરે ચાલશે બુલડોઝર, તપાસમાં જોડાયા સત્તાધિકારી
1 જાન્યુઆરીથી બદલાઈ જશે 10 નિયમો : દેશના કરોડો લોકોના ખિસ્સા પર થશે અસર, વાંચી લો અગત્યના નવા નિયમો
પાંચ રાજ્યોના પરિણામોમાં આ દિગ્ગજ નેતાઓની કિસ્મત દાવ પર
સુરતમાં મોંઘવારીના મુદ્દાને લઈને કોંગ્રેસ હવે એક્શનમાં,લિંબાયતમાં રજૂઆત કરવા ગયેલા કોંગીજનોએ MLAની ગેરહાજરીમાં ઓફિસ પર આવેદનપત્ર લગાડ્યું
કપાસ, રૂ અને યાર્નના ઊંચા ભાવ, દક્ષિણ ભારતની મિલો ખરીદી નહિ કરે
Share This Article
Facebook Email Print
Previous Article કીવ નજીક ૯૦૦થી વધુ લોકોના મૃતદેહ મળ્યા, રશિયાએ ૮ શહેરો પર હુમલા વધાર્યા
Next Article એરપોર્ટ પર દેખાયુ સમોસાનુ નવુ વર્ઝન ‘ક્રેમોસા’, સોશિયલ મીડિયા પર તસવીર થઈ વાયરલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up