અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ બાદ આ દેશમાં થઇ રહેલા ઘટનાક્રમ પર આખી દુનિયાની નજર છે.અમેરિકાની ખુફીયા એજન્સી સીઆઇએ (CIA)ના પ્રમુખ રહી ચૂકેલા ડગલસએ સાફ કર્યું છે કે, અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી ભારત માટે ઘણી રીતે ચિંતાજનક બની શકે છે.ડગલસ 2016-18 દરમિયાન દક્ષિણ-પશ્ચિમ એશિયામાં આતંકવાદનિરોધ માટે સીઆઇએના પ્રમુખ તરીકે અફઘાનિસ્તાનમાં હતા. 34 વર્ષના અનુભવ બાદ તેઓ વરિષ્ઠ સીઆઇએ અધિકારી તરીકે વર્ષ 2019માં રિયડર થયા હતા.તેમણે સાફ કહ્યું છે કે તાલિબાનને સમર્થન અને પાકિસ્તાન સેનાની હક્કાની નેટવર્ક સાથેના સંબંધો ભારત માટે ચિંતાનો વિષય છે.
ડગલસ આ મહિને રિલીઝ થઇ રહેલા પોતાના સંસ્કરણ ‘ધ રિક્રૂટર: સ્પાયઇંગ એન્ડ ધ લોસ્ટ આર્ટ ઓફ અમેરિકન ઇંટેલિજેંસ’ના કારણ પણ ચર્ચામાં છે.ડગલસે આ સંસ્કરણમાં આ વાતને લઇ એ વાતને લઇ ખુબ ચર્ચા કરી છે કે, કેવી રીતે વર્ષ 2020માં અમેરિકા-તાલિબાન વચ્ચે શાંતિ કરાર,અમેરિકાના ઇતિહાસનો સૌથી ખરાબ કરાર છે.
મીડિયા અહેવાલો અનુસાર, ડગલસે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, મને લાગે છે કે ભારત પાસે ચિંતા કરવાનું યોગ્ય કારણ છે.તાલિબાન સાથે ઘણા જેહાદી સંગઠનોને સમર્થન આપવાની પાકિસ્તાનની નીતિઓ,ભારત-પાક પ્રતિદ્વંદ્વિતાના દ્રષ્ટિકોણના હિસાબે જ બની રહી છે.પાકિસ્તાન ભારતને એક ખતરા તરીકે જોવે છે અને કોઇ પણ મુદ્દો અથવા પડકારને ત દ્રષ્ટિકોણથી જ જોવામાં આવે છે.
ડગલસે કહ્યું કે, મને એ વાતનો ડર છે કે, પાકિસ્તાન દ્વારા સમર્થિત આ જેહાદી સંગઠન તેમના નિયંત્રણથી બહાર થઇ શકે છે અને અહિંયા સુધી કે પાકિસ્તાનમાં જનરલના શાસન માટે પણ ખતરો બની શકે છે.જો આ જનરલોને જેહાદી,ધાર્મિક અથના આઇએસઆઇએસ જેવા સંગઠનો દ્વારા ઉખાડ ફેંકવામા આવે છે તો તે ખુબ જ ચિંતાજનક બની રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, મને નથી લાગતુ કે ભારતે ગત કેટલાક વર્ષોમાં ઇસ્લામ વિરોધી અભિયાનો અને રાજનીતિક લાભ માટે રાષ્ટ્રવાદ અને ધર્મના ઉપયોગથી પોતાની ક્યારેય મદદ કરી હોય.મારા હિસાબે આ તમામ ઘટનાઓ ભારતને આંતરિક અને બાહરની રીતે ખુબ જ સંવેદનશીલ બનાવી રહી છે.
જગલસે આ સિવાય કહ્યું કે, ભારતનો ચીન સાથેનો તણાવ સ્પષ્ટ રીતે વધી રહ્યો છે.ચીન,પાકિસ્તાનની નજીક છે અને હવે તે અફઘાનિસ્તાન સાથે પણ સારા સંબંધો સ્થાપિત કરવાની કોશિશ કરી રહ્યું છે.જોકે ચીન આ વાતને લઇને પણ ચિંતિત થઇ શકે છે કે જો તાલિબાન ચીનમાં ઉઇગર મુસ્લિમોના અલગાવવાદને સમર્થન કરે છે તો કેવા હાલાત થશે.


