હવે 3 ડેમોક્રેટ ઉમેદવારો બર્ની સેન્ડર્સ ,મિકાઇલ બ્લુમબર્ગ ,અને જો બિડન વચ્ચે ટ્રમ્પ સામે મુકાબલા માટે રસાકસીનો જંગ બાકી
વોશિંગટન : અમેરિકાના રિપબ્લિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવા માટે ડેમોક્રેટ ઉમેદવારો વચ્ચે પ્રેસિડન્ટ પદ માટે ચૂંટણી લડવા આંતરિક જંગ શરૂ થઇ ગયો છે.જે માટે 3 માર્ચના રોજ યોજાયેલી પ્રાઈમરી ચૂંટણીઓમાં 8 રાજ્યોજમાં જો બિડનનું પલ્લું ભારે જોવા મળ્યું છે. પ્રાઇમરીઝમાં અમેરિકાના પ્રમુખપદની ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડનને ત્રણ મહત્તવના એન્ડોર્સમેન્ટ મળી જતાં પ્રમુખપદનો તેમનો દાવો મજબૂત બની રહ્યો હતો.અમેરિકાના પૂર્વ ઉપ-પ્રમુખ બિડન 2020માં વ્હાઇટહાઉસમાં સત્તા મેળવવા ટ્રમ્પને પડકારી રહ્યા છે. દરમિયાન તેમને એ વખતે વધુ શક્તિ મળી હતી જ્યારે સેનેટર એમી ક્લોબુચર અને ઇન્ડિયાનાના પૂર્વ મેયર પીટ બુટીંગે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતાં તેમણે પણ બિડેનને ટેકો જાહેર કર્યો હતો. ત્રીજી માર્ચના રોજ અમેરિકાના પ્રમુખપદની પ્રાઈમરી ચૂંટણીમાં 77 વર્ષના બિડેને ટ્રમ્પ સામે પડકાર ઊભો કર્યો હતો. યુએસ કોંગ્રેસના પૂર્વ સભ્ય બીટો ઓ રૂરકે તો ગયા નવેમ્બરમાં જ રેસમાંથી ખસી ગયા હતા અને તેમણે પણ બિડેનને ટેકો જાહેર કર્યો હતો. હવે બિડનના બે મુખ્ય હરિફો જ મદાનમાં રહ્યા છે. 78 વર્ષના બર્ની સેન્ડર્સ જે યુવા ડેમોક્રેટ્સમાં ખૂબ જ લોકપ્રિય છે તે અને ન્યુયોર્કના 78 વર્ષના પૂર્વ મેયર મિકાઇલ બ્લુમબર્ગ નો સમાવેશ થાય છે. ચાલુ વર્ષની શરૂઆતમાં રેસમાં દાખલ થયેલા 78 વર્ષના બ્લુમબર્ગ પોતાના ખિસ્સામાંથી લાખો ડોલરનો ખર્ચ કરી રહ્યા છે. પરિણામે તેઓ ડેમોક્રેટિક પક્ષના સત્તાવાર ઉમેદવાર બને એવું મનાય છે.ગઈકાલ 3 માર્ચના રોજ આલ્બામા, આરકાન્સ,કેલિફોર્નિયા,કોલોરોડો,મેઇની,માસાસ્યુસેટ્સ, મિનેસોટા,નોર્થ કેરોલિના, ઓખલાહોમાં, ટેનેસીઝ, ટેક્સાસ, ઉટાહ, વેરમોન્ટ અને વર્જીનિયા સહિત પંદર રાજ્યોમાં પ્રાઇમરીઝની ચૂંટણી હાથ ધરાઇ હતી.