વોશિંગટન : અમેરિકાના પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવાર પીટ બટિગિગે ગઈકાલ રવિવારના રોજથી પોતાનો પ્રચાર અટકાવી દીધો છે.તેમણે ઉમેદવારી પછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે.તેમણે પોતાને ખુલ્લેઆમ સજાતીય ગણાવ્યા હતા આથી હવે ડેમોક્રેટ તરીકે વર્તમાન રિપબ્લિકન પ્રેસિડન્ટ ટ્રમ્પને હરાવવા માટે સક્ષમ ગણાતા જો બિડન માટે અકિલા માર્ગ મોકળો થયો છે. આવતીકાલ 3 માર્ચના રોજ 14 રાજ્યોમાં થનારી પ્રાઈમરી ચૂંટણીમાં બિડેન સૌથી વધુ મત મેળવી ઉભરી આવે તેવી શક્યતા હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે