By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ટ્રમ્પ ફરી મેદાનમાં, કહ્યું- ‘હું દરેક સર્વેમાં આગળ’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ટ્રમ્પ ફરી મેદાનમાં, કહ્યું- ‘હું દરેક સર્વેમાં આગળ’
GeneralInternational

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ટ્રમ્પ ફરી મેદાનમાં, કહ્યું- ‘હું દરેક સર્વેમાં આગળ’

HM News
Last updated: 08/09/2022 8:28 AM
HM News
3 years ago
Share
SHARE

– ટ્રમ્પ જ રિપબ્લિકન પાર્ટી છે, પાર્ટીમાંથી અન્ય કોઈ ઉમેદવાર નહીં બનેઃ શલભ કુમાર

ન્યૂ જર્સી, તા. 08 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવા માટે વિચારણા કરી રહ્યા છે.જોકે બીજી બાજુ તેમના પર ખૂબ જ ગંભીર આરોપો પણ છે. FBI દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાંથી ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવા દસ્તાવેજો બહાર કાઢ્યા છે.તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે, 2024માં તેઓ ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. ટ્રમ્પના કહેવા પ્રમાણે સૌ કોઈ ઈચ્છી રહ્યું છે કે, તેઓ ચૂંટણી લડે.

સર્વેમાં આગળ હોવાનો દાવો

ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અત્યાર સુધીમાં લોકપ્રિયતા માટે જેટલા પણ સર્વે થયા (રિપબ્લિકન પાર્ટી કે પછી વિપક્ષી) તેમાં પોતે સૌથી આગળ ચાલી રહ્યા છે.ટ્રમ્પે જણાવ્યું હતું કે, ‘હું આ સર્વેમાં અને દરેક સર્વેમાં આગળ ચાલી રહ્યો છું, મને લાગે છે કે હું નજીકના ભવિષ્યમાં જલ્દી જ નિર્ણય લઈશ. અને મને લાગે છે કે મારા નિર્ણયના કારણે અનેક લોકોને આનંદ થશે.’

શલભ કુમારને ગણાવ્યા મિત્ર

ટ્રમ્પને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, શું ભારતીય-અમેરિકી વેપારી શલભ કુમાર તેમના સાથે છે એ 2024માં તેઓ ચૂંટણી લડશે તેનો સંકેત છે? ઉલ્લેખનીય છે કે, શલભ ઘણાં લાંબા સમયથી ટ્રમ્પ સાથે સંકળાયેલા છે અને તેમના કેમ્પેઈનમાં પણ પૈસા લગાવતા હોય છે. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે, ‘અમે લાંબા સમયથી મિત્રો છીએ.વર્ષ 2016 અને પછી 2020ની ચૂંટણીના પ્રચારમાં તેઓ મારા સાથે હતા.’

PM મોદી સાથેના સંબંધો વિશે કરી વાત

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના તાલમેલ વિશે પણ ખુલીને વાત કરી હતી.ટ્રમ્પે જણાવ્યું કે, ‘મારે ભારત સાથે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે શાનદાર સંબંધો રહ્યા છે… અમે મિત્રો રહી ચુક્યા છીએ.. મને લાગે છે કે તેઓ ઉમદા વ્યક્તિ છે અને જોરદાર કામ કરી રહ્યા છે.તેમનું કામ સરળ નથી.પણ અમે એકબીજાને લાંબા સમયથી ઓળખીએ છીએ. તેઓ સારા છે.’

ડોનાલ્ડ ટ્રમ્પને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, તેમણે પોતે ચૂંટણી લડશે તો અનેક લોકો ખુશ થશે તેવું નિવેદન આપ્યું તેનો શું અર્થ થાય.તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું કે, ‘મને એમ લાગે છે.જોકે કેટલાક લોકો નાખુશ પણ થશે.’

ટ્રમ્પની ઉમેદવારી વિશે શલભ કુમારને સવાલ

ડોનાલ્ડ ટ્રમ્પની પાસે ઉભેલા શલભ કુમારને પણ એવો સવાલ કરવામાં આવ્યો હતો કે, ‘શું હવે સ્પષ્ટ છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ એક ઉમેદવાર છે?’ જવાબમાં શલભ કુમારે કહ્યું કે, ‘સંપૂર્ણપણે,તેમણે ફરી ચૂંટણી લડવી જોઈએ. અમે એવું માનીએ છીએ. અને તમે જાણો છો કે, એ ખૂબ સારૂં રહેશે જો તેઓ ફરી ચૂંટણી લડે. મતલબ કે, ભારતીય સમુદાય ‘ટ્રમ્પ 47′ સાકાર થતું જોવા ઈચ્છશે.’ તેઓ ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઈન વિશે જણાવી રહ્યા હતા જે ટ્રમ્પને અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ બનાવવા માટે છે.

શલભ કુમારને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે, શું રિપબ્લિકન પાર્ટીમાંથી અન્ય કોઈ પણ રાષ્ટ્રપતિ પદનું ઉમેદવાર હશે.ત્યારે તેના જવાબમાં તેમણે ટ્રમ્પ જ રિપબ્લિકન પાર્ટી છે એમ કહ્યું હતું.

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન બે દિવસના ગુજરાત પ્રવાસે, આજે રાત્રે પહોંચશે અમદાવાદ એરપોર્ટ, અમદાવાદ પૂર્વમાં બંને નેતાઓ કરશે રોડ શૉ
ઘોડાસરમાં પાણીની લાઇનમાં ભંગાણ, દશ ફૂટ ઉંચે પાણી ઉછળ્યું !
સુરેન્દ્રનગર પાસે લક્ઝરી બસમાંથી રૂ. 88.55 લાખના દાગીના ભરેલી બેગ ચોરાઈ
શ્રીલંકામાં જનતા-રાજ?
આ માટે Hanumanjiને કાયમ ચડાવવામાં આવે છે તુલસીની માળા
Share This Article
Facebook Email Print
Previous Article PM નરેન્દ્ર મોદી આજે ‘કર્તવ્ય પથ’નું ઉદ્ધાટન કરશે
Next Article રશિયાએ 6 મહિનામાં 158 અબજ ડોલરની કરી કમાણી, આર્થિક પ્રતિબંધો નડવાના સ્થાને ફળ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up