અમેરિકાની એક કોર્ટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ કરવામાં આવેલા દશ કરોડ ડોલરના કેસને બંધ કરી દીધો છે.એક કેસ એક અલગાવવાદી કાશ્મીર-ખાલીસ્તાન જૂથ અને બે વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો. અરજીકર્તા, સુનાવણીની તારીખોમાં બે વખત હાજર નહીં રહેતા તેમનો આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે.
ટેક્સાસના હ્યૂસ્ટનમાં 19 સપ્ટેમ્બર 2019ના રોજ આયોજીત હાઉડી મોદી કાર્યક્રમ બાદ આ કેસ નોંધાયો હતો.અરજીમાં ભારતની સંસદના એ નિર્ણયને પડકારવામાં આવ્યો હતો, જે અંતર્ગત જમ્મુ કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરી દેવામાં આવ્યો છે.અરજીકર્તાએ મોદી,શાહ અને લેફ્ટિનેંટ જનરલ કંવલ જીત સિંહ ઢિલ્લો પાસેથી વળતર તરીકે દશ કરોડ ડૉલરની માગ કરી હતી.
અમેરિકાની દક્ષિણ ટેક્સાસ જિલ્લાની કોર્ટના ન્યાયાધીશ ફ્રાંસેસ એચ સ્ટેસીએ છ ઓક્ટોબરના રોજ આપેલા આદેશમાં કહ્યુ હતું કે,કાશ્મીર રેફરેંડમ ફ્રંટે આ મામલાને આગળ વધારવા માટે કશુંય કર્યુ નથી,તથા સુનાવણી દરમિયાન બે વખત આપવામં આવેલી તારીખે હાજર પણ નથી રહ્યા.
આ સાથે જ જજે આ કેસને બંધ કરી દીધો છે. ટેક્સાસ જિલ્લાની કોર્ટેના ન્યાયાધીશ એંડ્યુ હનેને 22 ઓક્ટોબરના રોજ આ કેસને બંધ કરી દીધો હતો.કાશ્મીર ખાલિસ્તાન રેફરેંડમ ફ્રંન્ટ ઉપરાંત અન્ય બે અરજીકર્તાઓની ઓળખાણ થઈ શકી નથી.


