By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકાને ૨૦૨૨ માટે ૬૫,૦૦૦ એચ-૧બી વિઝાની મર્યાદા સામે પૂરતી અરજીઓ મળી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકાને ૨૦૨૨ માટે ૬૫,૦૦૦ એચ-૧બી વિઝાની મર્યાદા સામે પૂરતી અરજીઓ મળી
GeneralInternational

અમેરિકાને ૨૦૨૨ માટે ૬૫,૦૦૦ એચ-૧બી વિઝાની મર્યાદા સામે પૂરતી અરજીઓ મળી

HM News
Last updated: 02/03/2022 6:14 AM
HM News
3 years ago
Share
SHARE

(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧ : અમેરિકાને નાણાકીય વર્ષ ૨૦૨૨ માટે એચ-૧બી વિઝા માટે અમેરિકન સંસદે નક્કી કરેલી ૬૫,૦૦૦ની મર્યાદા સામે પૂરતા પ્રમાણમાં અરજીઓ મળી છે તેમ ફેડરલ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

એચ-૧બી વિઝા એક નોન ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા વિદેશી લોકોને નોકરી પર રાખવાની પરવાનગી આપે છે.ઉલ્લેખનીય છે કે અમેરિકા સ્થિત ટેકનોલોજી કંપનીઓ મોટા પ્રમાણમાં એચ-૧બી વિઝા દ્વારા ભારતીય અને ચીનના નાગરિકોને નોકરી પર રાખે છે.

ભારતીયો સહિતના વિદેશી પ્રોફેશનલોમાં વર્ક વિઝા પછી એચ-૧બી વિઝાની સૌથી વધાર માગ છે.અમેરિકાના સંસદ દ્વારા આપવામાં આવેલી મંજૂરી અનુસાર અમેરિકા મહત્તમ રેગ્યુલર કેપ હેઠળ દર વર્ષે મહત્તમ ૬૫,૦૦૦ એચ-૧બી વિઝા જારી કરી શકે છે.આ ઉપરાંત દર વર્ષે અન્ય ૨૦,૦૦૦ એચ-૧બી વિઝા યુએસ એડવાન્સન્ડ ડિગ્રી એક્ઝેમ્પશન કેટેગરી હેઠળ આપવામાં આવે છે.

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(યુએસસીઆઇએસ)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે જે અરજકર્તાઓને એચ-૧બી વિઝા માટેની પસંદગી થઇ નથી તેમને આ અંગેની જાણ કરી દેવામાં આવી છે.

રશિયાના સર્વેસર્વા પુતિન એક સમયે ચલાવતા હતા ટેકસી, જાણો, 1991 પછી શરુ થયો હતો આર્થિક મંદીનો દોર
કોંગ્રેસને મોટો ઝટકો : છોટાઉદેપુરના MLA અને મોટા આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે
રાજકોટમાં લલના સાથે રાત વિતાવવાની લાલચ ભારે પડી, પતિ-પત્ની સહિત ચાર લોકોએ ફસાવ્યો હનીટ્રેપમાં
ચીખલીમાં એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો
જેકલીન ફર્નાન્ડીઝ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ રેકેટનો ભોગ બની, ED ના સૂત્રોએ માહિતી આપી
Share This Article
Facebook Email Print
Previous Article ભારતમાં અલ્ટ્રા હાઇ-નેટવર્થ ધરાવતા લોકોની સંખ્યા 11 ટકા વધીને 13,637 થઈ
Next Article તાઇવાનની સ્વતંત્રતાને સમર્થન આપવું અમેરિકાને ભારે પડી જશે : ચીન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up