વોશિંગ્ટન : અમેરિકાની સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને કાયદાકીય રીતે મંજૂરી આપતો પાંચ દાયકા જૂનો કાયદો ફેરવી નાખ્યો છે.આ સાથે અમેરિકામાં ગર્ભપાતનેે ૫૦ વર્ષ જૂનું બંધારણીય સંરક્ષણ સમાપ્ત થઈ ગયું છે.હવે મહિલાઓના ગર્ભપાતને લઈને દરેક રાજ્ય પોતપોતાના અલગ કાયદા બનાવી શકશે.અમેરિકામાં 1973માં રો.વી.વેડના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ગર્ભપાતને બંધારણીય અધિકાર ગણાવ્યો હતો.સુપ્રીમ કોર્ટના વર્તમાન ચુકાદાનો ડ્રાફ્ટ લીક થતા અમેરિકામાંઆ પહેલા પણ વિરોધનો વંટોળ ફૂંકાઈ ચૂક્યો છે.આ લીક થયેલા ડ્રાફ્ટ અંગે રાષ્ટ્રપિત જો બાઇડેને જણાવ્યું હતું કે તે મહિલાનો મૌલિક અધિકાર છેકે તણે પોતે નક્કી કરવાનું છે કે તે પોતાના ગર્ભનું શું કરે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતા જણાવ્યું હતું કે બંધારણ ગર્ભપાતનો અધિકાર આપતું નથી.તેમણે એમ પણ જણાવ્યુંહતું કે ગર્ભપાતને દૂર કરવાનો અધિકાર લોકો અનેતેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પરત મોકલાયોછે.બહુમતથીલેવાયેલા આ ચુકાદામાં ન્યાયમૂર્તિ સેમ્યુઅલઅલિટોએ જણાવ્યું હતું કે ગર્ભપાતએક ગહન નીતિગત મુદ્દો છે.અમેરિકામાં તેને લઈને પારસ્પરિક વિરોધી વિચાર જોવા મળે છે.બંધારણ દરેક રાજ્યના નાગરિકોને ગર્ભપાતને નિયમિત કરવાનો કે તેનો પ્રતિબંધિત કરવાનો કે પ્રતિબંધિત નહી કરવાનો અધિકાર આપે છે.
અમેરિકામાં ગર્ભપાત એક નિયમિત અને સુરક્ષિત સ્વાસ્થ્ય દેખભાળ પ્રક્રિયા છે,જેનો ઉપયોગ દર ચારે એક મહિલા કરે છે.વર્ષ ૨૦૨૧માં કરવામાં આવેલા એક સર્વેક્ષશ્રણમાં 80 ટકા અમેરિકનોએ અથવા મોટાભાગનાએ ગર્ભપાતનું સમર્થન કર્યુ હતુ.આ ઉપરાંત ૬૦ ટકા લોકોએ રો વિ.વેડના કેસમાં આપવામાં આવેલા ચુકાદાની હિમાયત કરી હતી.
આ ચુકાદાના પગલે પોલીસે કેપિટલ હિલમાં હિંસાની સંભાવનાએ સલામતીના પગલા ભરવા માંડયાછે.તેઓને લાગે છે કે અમેરિકાની સુપ્રીમકોર્ટના ચુકાદાના પગલે વિરોધ અને સમર્થન બંન જૂથે રસ્તા પર ઉતરી શકે છે.લો એન્ફોર્સમેન્ટ એજન્સીના અધિકારીએ જણાવ્યું હતું કે વિભાગ સિવિલ ડિસ્ટર્બન્સ યુનિટને એકત્રિત કરી રહ્યુછે અને શુક્રવારથી વધુ ઓફિસરોને પણ ફિલ્ડમાં ઉતારી રહ્યું છે.