અમેરિકન સંસદમાં ટ્રમ્પના સમર્થકોએ આચરેલી હિંસા બાદ સોશિયલ મીડિયા પર ટ્રમ્પના તમામ એકાઉન્ટ બ્લોક કરી દેવાયા છે. ટ્વીટર તેમજ ફેસબુકે ટ્રમ્પના એકાઉન્ટ બ્લોક કર્યા.ટ્વીટરે ચેતવણી આપી કે જો હવે ટ્રમ્પે ભવિષ્યમાં નિયમો તોડ્યા તો તેમનું એકાઉન્ટ હંમેશા માટે બંધ કરી દેવામાં આવશે.
ટ્રમ્પના વિવાદિત 3 ટ્વીટ હટાવી દેવાયા
બીજી તરફ ટ્વીટરે સંસદ બિલ્ડિંગમાં થયેલી હિંસા અને ટ્રમ્પના વિવાદિત નિવેદનોથી જોડાયેલા 3 ટ્વીટ પણ હટાવી દેવાયા છે.આ પહેલા ફેસબુક અને યુ-ટ્યુબે પણ ટ્રમ્પના વીડિયો હટાવી દીધા.ફેસબુકના વાઇસ પ્રેસિડેન્ટ ગુએ રોજેને જણાવ્યું કે આ કટોકટીની સ્થિતિ છે.ટ્રમ્પના વીડિયોથી હિંસા વધુ ભડકી શકે છે.હકીકતમાં જ્યારે વોશિંગ્ટનમાં ધમાલ ચાલી રહી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોનુ સંબોધન કર્યુ હતુ.આ દરમિયાન તેમણે સમર્થકોને ઘરે જવાની અપીલ કરી હતી. પરંતુ અમેરિકાની ચૂંટણી અને આ હિંસાહને લઇને કેટલાંક એવા દાવા કર્યા જે અયોગ્ય હતા.આ જ કારણ હતું કે વધુ હિંસા ન ભડકે, તેથી આ એક્શન લેવામાં આવ્યુ.
ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લૉક કરી દીધું
ટ્વિટરે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ 12 કલાક માટે લૉક કરી દીધું છે, એટલે કે હવે તે કોઇ રિટ્વીટ કે કોઇ લાઇક અથવા અન્ય ટ્વીટ નહીં કરી શકે. જો કે તેનું એકાઉન્ટ ચાલુ રહેશે. તેની પહેલા ટ્વિટરે જ ટ્રમ્પની તે તમામ ટ્વિટ્સ હટાવી દીધી જેમાં તેણે ચૂંટણી-હિંસાને લઇને દાવા કર્યા હતાં.સાથે જ ફેસબુકની વાત કરીએ તો અહીં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પેજને 24 કલાક માટે બેન કરવામાં આવ્યું છે. ફેસબુકનું કહેવુ છે કે આ પેજથી સતત બે મોટા ઉલ્લંઘન થયા છે, સાથે જ પરિસ્થિતિને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પના જે ભાષણ વાળા વીડિયોને યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવ્યા હતાં, તેને પણ હટાવી દેવામાં આવ્યા છે. ઇન્સ્ટાગ્રામ તરફથૂ પણ આવો જ નિર્ણય લેવામાં આવ્યો અને એકાઉન્ટને 24 કલાક માટે લૉક કરવામાં આવ્યું છે.
અમેરિકી સંસદ ભવનમાં ટ્રમ્પ સમર્થકોની ધાંધલ હિંસાથી ચારનાં મોત
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળના અંતિમ દિવસોમાં અમેરિકાએ ફરી એકવાર હિંસાનું રૂપ જોયુ છે.આ વખતે વોશિંગ્ટન સ્થિત કેપિટલ હિલમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ જબરદસ્ત હોબાળો કર્યો.જ્યારે ભારતમાં મોડી રાતનો સમય હતો ત્યારે હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકો હથિયારો સાથે કેપિટલ હિલમાં ધસી આવ્યા,અહીં તોડફોડ મચાવી,સેનેટરોને બહાર કાઢ્યા અને કબજો કરી લીધો.જો કે લાંબા સંઘર્ષ બાદ સુરક્ષાદળોએ તેમને બહાર કાઢ્યા અને કેપિટલ હિલને સુરક્ષિત કર્યુ.
વોશિંગ્ટન મેયરે 15 દિવસની કટોકટી જાહેર કરી
અમેરિકાના વોશિંગ્ટનમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હોબાળો મચાવ્યો છે, સંસદ પરિસરમાં થયેલા ઘર્ષણમાં અત્યાર સુધી 4 લોકોના મોત નિપજ્યા છે. હિંસા જોઈને વોશિંગ્ટન મેયરે 15 દિવસની કટોકટી જાહેર કરી છે.
ટ્રમ્પને ચૂંટણી પરિણામો પડકારવાની સત્તા જ નથી -માઈક પેન્સ
ટ્રમ્પનો એવો પણ આગ્રહ છે કે પોતાની સાથે વાઈસ પ્રેસિડેન્ટ માઈક પેન્સ પણ ચૂંટણી પરિણામ સ્વિકારવાની ના પાડે.પરંતુ માઈક પેન્સે એ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણીના પરિણામોને હું તો પડકારી શકું એમ નથી.પરંતુ પ્રમુખ તરીકે તમને પણ એ સત્તા નથી.પ્રમુખ ટ્રમ્પ, ઉપ પ્રમુખ પેન્સ દર અઠવાડિયે એક વખત લન્ચ માટે મળતા હોય છે. એ વખતેે પેન્સે ટ્રમ્પને પોતાનો અભિપ્રાય સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યો હતો.
હકીકતમાં, કેપિટલ હિલમાં ઇલેક્ટોરલ કોલેજની પ્રક્રિયા ચાલી રહી હતી જે અંતર્ગત જૉ બાઇડેનના રાષ્ટ્રપતિ બનવા પર મહોર લાગવાની તૈયારી હતી.આ દરમિયાન હજારોની સંખ્યામાં ટ્રમ્પના સમર્થકોએ વોશિંગ્ટનમાં માર્ચ કરી અને કેપિટલ હિલ પર હલ્લાબોલ કર્યો. અહીં ડોનાલ્ડ ટ્રમ્પને સત્તા પર યથાવત રાખવા,ફરી મત ગણતરી કરવાની માગ કરવામાં આવી રહી હતી.
વોશિંગ્ટન ડીસીમાં આખરે શું થયું?
કેપિટલ હિલમાં ચાલી રહેલી કાર્યવાહી ઉપરાંત જ્યારે ટ્રમ્પ સમર્થકોએ પોતાની માર્ચ શરૂ કરી ત્યારે હોબાળો થતા જોઇ સુરક્ષા વધારવામાં આવી.પરંતુ આ બબાલ વધતી ગઇ અને જોતજોતામાં સમર્થકો કેપિટલ હિલ તરફ આગળ વધવા લાગ્યા. સુરક્ષાદળોએ આ દરમિયાન તેમને રોકવા માટે લાઠીચાર્જ, ટીયર ગેસના સેલનો પણ ઉપયોગ કર્યો.
કેપિટલ હિલના પરિસરમાં જ આ સમગ્ર બબાલ દરમિયાન એક મહિલા ટ્રમ્પ સમર્થકને ગોળી વાગી ગઇ,જેનું ત્યાં જ મોત નિપજ્યુ.જ્યારે સમગ્ર વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો ત્યારે ટ્રમ્પ સમર્થકો પાસે બંદૂકો ઉપરાંત અન્ય ખતરનાક હથિયારો પણ હતાં.