By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકામાં પ્રમુખ બાઈડેનની લોકપ્રિયતા એક વર્ષમાં ઘટી ગઈ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકામાં પ્રમુખ બાઈડેનની લોકપ્રિયતા એક વર્ષમાં ઘટી ગઈ
GeneralInternational

અમેરિકામાં પ્રમુખ બાઈડેનની લોકપ્રિયતા એક વર્ષમાં ઘટી ગઈ

HM News
Last updated: 21/01/2022 6:03 AM
HM News
3 years ago
Share
SHARE
  • કોરોના, ફુગાવો, બેરોજગારી જેવા મુદ્દે બાઈડેનની કામગીરી અમેરિકનોને પસંદ પડી નથીઃ માત્ર ૨૮ ટકા જ તેમને ફરીથી પ્રમુખ બનાવવાના પક્ષમાં

અમેરિકાના પ્રમુખ જો બાઈડેને વ્હાઈટ હાઉસમાં એક વર્ષ પૂરું કર્યું.પરંતુ આ એક જ વર્ષમાં તેમની લોકપ્રિયતામાં મોટું ગાબડું પડયું છે.સર્વેક્ષણમાં તારણ અપાયું છે કે માત્ર ૨૮ ટકા અમેરિકન નાગરિકો જ તેમને બીજી વખત પ્રમુખ બનાવવાના પક્ષમાં છે.મોટાભાગના તેમની કામગીરીથી ખુશ નથી.

અમેરિકાના પ્રમુખ જો બાઈડેને સત્તામાં એક વર્ષ પૂરું કર્યું છે.એક વર્ષમાં તેમની કામગીરીના લેખા-જોખાં શરૃ થયા છે.એ દરમિયાન એસોસિએટ પ્રેસ અને શિકાગો યુનિવર્સિટી સંલગ્ન રીસર્ચ એજન્સી એનઓઆરસીના સર્વેક્ષણમાં જણાયું હતું કે મોટાભાગના અમેરિકનો બાઈડેનની કામગીરીથી બહુ ખુશ જણાતા નથી.

સર્વેક્ષણ પ્રમાણે માત્ર ૨૮ ટકા અમેરિકનો બાઈડેનને ૨૦૨૪માં ફરીથી પ્રમુખપદે જોવા ઈચ્છે છે.તે સિવાયના મોટાભાગના નાગરિકો બાઈડેનન કામગીરીથી નાખુશ છે.અગાઉના સર્વેક્ષણોમાં બાઈડેનની સ્વીકૃતિ ૫૬ ટકા હતી.અફઘાનિસ્તાનમાં જે અરાજકતા સર્જાઈ હતી એ વખતે બાઈડેનનું રેટિંગ ગગડીને ૫૦ ટકા પહોંચ્યું હતું.ત્યારબાદ કોરોના મહામારીની નવી લહેર આવી ત્યારે રેટિંગ ઘટીને ૪૩ ટકા થયું હતું. હવે એમાંથી એ ટકાવારી ૨૮ થઈ ગઈ છે.
નારાજગીના કારણોમાં કોરોના,ફુગાવો,બેરોજગારી મુખ્ય છે.બાઈડેન ધારણાં પ્રમાણે રોજગારી સર્જી શક્યા નથી.

ટ્રમ્પના સમયગાળામાં બેરોજગારીનો જે દર હતો,એમાં ખાસ મોટો ફરક પડયો નથી.ટ્રમ્પ સામે અમેરિકનોની નારાજગીનું મુખ્ય કારણ કોરોના મેનેજમેન્ટ હતું.કોરોના મેનેજમેન્ટમાં ટ્રમ્પની નિષ્ફળતાએ જ તેમની જીતની બાજી હારમાં ફેરવી હતી.અમેરિકામાં હજુ પણ કોરોના મેનેજમેન્ટ અસરકારક નથી એવી ફરિયાદ ઉઠે છે.ટ્રમ્પે દાવો કર્યો હતો કે સૌથી પહેલું કામ એ દિશામાં કરવામાં આવશે,પરંતુ અમેરિકન નાગરિકો તેમની કામગીરીથી ખુશ થયા નથી.

PM MODIએ ભાવનગર પહોચીને કર્યો એરિયલ સર્વે, ગુજરાતને 3 હજાર કરોડના નુક્શાનનો અંદાજ, કેન્દ્ર જાહેર કરી શકે છે ગુજરાત માટે રાહત પેકેજ
વલસાડ અને નાનાપોંઢામાં 2 કેસ, કુલ આંકડો 59
ગુજરાત પોલીસની બહાદુરી, વિદેશોમાં છુપાઇ ગયેલા 4 ગુનેગારોને શોધી કાઢ્યા
રાજ્યની તમામ ખાનગી શાળાઓમાં ૨૫ ટકા ફી રાહત, ફી રાહતનો અમલ CBSE-ICSE, IB સહિતની તમામ શાળાઓએ કરવાનો રહેશે
સંપૂર્ણ લોકડાઉનના બીજા દિવસે ગુજરાત સહીત દેશમાં શું થયા ફેરફાર?
Share This Article
Facebook Email Print
Previous Article રશિયન સૈન્યના યુક્રેન સરહદ પાર કરતાં જ આકરો જવાબ આપીશું : અમેરિકા
Next Article ૧૯ વર્ષની ઝારા રૂથરફોર્ડે દુનિયામાં એકલા હાથે વિમાન ઉડાડીને વિશ્વરેકોર્ડ બનાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up