બરફના તોફાને ઉત્તર અમેરિકામાં તબાહી મચાવી છે.બરફવર્ષાને કારણે અમેરિકા અને કેનેડામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના મોતની પુષ્ટિ થઈ છે.અધિકારીઓનું કહેવું છે કે આ તોફાનના કારણે અમેરિકામાં 34 લોકોના મોત થયા છે.આ વાવાઝોડાની સૌથી વધુ અસર ન્યૂયોર્ક સ્ટેટના બફેલો શહેર પર જોવા મળી રહી છે.
કેનેડાના મેરિટ શહેરમાં એક બસ બરફથી ઢંકાયેલ રસ્તા પર લપસી જતાં ચાર લોકોના મોત થયા છે.ઉત્તર અમેરિકા છેલ્લા ઘણા દિવસોથી આ વાવાઝોડાની અસરનો સામનો કરી રહ્યું છે.પરંતુ શરૂઆતના વાવાઝોડા બાદ વીજ પુરવઠો સામાન્ય થતો જણાય છે.રવિવાર બપોર સુધી માત્ર બે લાખ લોકોને જ વીજ પુરવઠો મળી રહ્યો નથી.પહેલા આ આંકડો 17 લાખ હતો.
આ વાવાઝોડાને કારણે હજારો ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. જેના કારણે નાતાલના અવસર પર મોટી સંખ્યામાં લોકો તેમના પરિવારજનો સુધી પહોંચી શક્યા નથી.આ બરફવર્ષા જેટલા મોટા વિસ્તારને પોતાની ચપેટમાં લીધો છે,તે અભૂતપૂર્વ છે. ઉત્તર અમેરિકામાં કેનેડાથી લઈને દક્ષિણમાં અમેરિકન પ્રાંત ટેક્સાસ સુધી તેની અસર જોવા મળી રહી છે.
ગયા રવિવારે લગભગ 55 મિલિયન અમેરિકન નાગરિકોને બર્ફીલા પવનો સંબંધિત ચેતવણીઓ જારી કરવામાં આવી હતી.ન્યૂયોર્ક રાજ્યના ગવર્નર કેથી હોચુલે તેને બફેલો શહેરના ઈતિહાસનું સૌથી વિનાશક તોફાન ગણાવ્યું છે.ન્યૂયોર્ક સ્ટેટના એરી કાઉન્ટીના એક્ઝિક્યુટિવ માર્ક પોલોનકાર્ઝે જણાવ્યું હતું કે કારમાં એક વ્યક્તિ મૃત હાલતમાં મળી આવ્યો હતો.


