– કોરોના-લોકડાઉનથી હાલ-બેહાલઃ ર કરોડ ૧૦ લાખ લોકો બેકાર થશે
વોશિંગ્ટન તા. ૮ :કોરોના વાયરસ મહામારીના કારણે ઉભા થયેલ આર્થિક સંકટથી એપ્રિલમાં બેેરોજગારી દર પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી શકે છે. ૧૯ર૯ ની મહામંદી પછી તે સૌથી વધારે રહેવાની આશંકા છે.એક અમેરિકન કંપની ફેકટસેટ અનુસાર,એપ્રિલનો બેરોજગારી દર ૧૬ ટકા રહેવાનો અંદાજ છે.માર્ચમાં તે ૪.૪ ટકા હતો.અર્થશાસ્ત્રીઓના હિસાબે એપ્રિલમાં ર.૧ કરોડ અથવા તેનાથી વધારે નોકરીઓ જવાની આશંકા છે.જો આવું થશે તો એનો અર્થ એવો થશે કે ર૦૦૮ ની મંદી પછી રોજગાર મોર્ચે જેટલો વધારો થયો તે બધું એક જ મહિનામાં ખતમ થઇ જશે.ગ્રાંટ થોરટનના મુખ્ય અર્થશાસ્ત્રી ડાયના સ્વાંકે કહયું કે આ એક વિચીત્ર ઝટકો છે કારણ કે તેનું કારણ પણ અનોખું છે.આ એવી વસ્તુ છે જેને આપણે કયારેય જોઇ નથી.અમરિકન સરકાર એપ્રિલના બેરોજગારી દરના ઓફિશ્યલ આંકડાઓ આજે જાહેર કરશે.ગઇકાલે સરકારે બેરોજગારી ભથ્થાનો લાભ મેળવનારા લોકોનો સાપ્તાહિક રિપોર્ટ તૈયાર કર્યો છે.અનુમાન છે કે,ગયા અઠવાડીયે ૩પ લાખ લોકોએ અરજી કરી છે.જો આ આંકડાઓ સાચા હશે તો લોકડાઉન પછીથી અત્યાર સુધીમાં બેરોજગાર થયેલા લોકોની સંખ્યા ૩.૪ કરોડ થઇ જશે.એપ્રિલના બેરોજગારીના વાસ્તવિક આંકડાઓ અલગ પણ હોઇ શકે છે કેમ કે આંકડા એકઠા કરવાની બન્ને પધ્ધતિ અલગ અલગ છે.સરકાર છટણીના આંકડા ધરો અને બીઝનેસોના સર્વે કરીને એકઠા કરે છે.કુલ આંકડામાં નવી નોકરી પર રાખવાના આંકડા ઉમેરવામાં – ઘટાડવામાં આવે છે.એમેઝોન અનેે અન્ય કરિયાણા કંપનીઓઅ હાલમાં મોટા પાયે ભરતીઓ પણ કરી છે.


