નવી દિલ્હી, તા. 02 મે 2023, મંગળવાર : દુનિયાના સુપરપાવર ગણાતા અમેરિકાનું બેન્કિંગ સંકટ પૂરુ થવાનું નામ જ નથી લઈ રહ્યું.અમેરિકામાં એક પછી એક અનેક બેન્કો ડૂબી રહી છે.અમેરિકા ફર્સ્ટ રિપબ્લિક બેન્કને રેગુલેટર્સે કેટલાક દિવસો પહેલા પોતાના નિયંત્રણમાં લઈ લીધી હતી.ત્યારબાદ જેપી મોર્ગને ખરીદી લીધી હતી.કેલિફોર્નિયાના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્શિયલ પ્રોડક્શન એન્ડ ઈનોવેશને એક નિવેદનમાં કહ્યું હતું કે, જેપી મોર્ગન ચેજે ફર્સ્ટ રિપબ્લિકની તમામ સંપત્તિ અને જમા રકમની જવાબદારી લઈ લીધી છે અમે તેમા એ જમા રકમ પણ સામેલ છે કે જેનો કોઈ વીમો નથી.
જેપી મોર્ગન ચેજે ફર્સ્ટ રિપબ્લિક બેન્ક લોન આશરે $30 અબજની સિક્યોરિટી અને $92 અબજની ડિપોઝિટને $173 અબજમાં ખરીદી લીધી છે.જેપી મોર્ગન ચેજ અને ડિપોઝિટ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન એ વાત પર સહમત થઈ ગયા છે કે, ફર્સ્ટ રિપબ્લિક બેન્કના નુકસાન મળીને ઉઠાવવામાં આવે.
First Republic Bankના ફેમિલી અને કમર્શિયલ લોન સાથે રિકવરી વગેરેની જવાબદારી પણ જેપી મોર્ગનની રહેશે.સોમવારે આ ટ્રાન્ઝેક્શનની ઘોષણા કરવામાં આવી હતી.આ પહેલા ફર્સ્ટ રિપબ્લિક બેન્કને સીઝ કરી લીધી હતી.ફર્સ્ટ રિપબ્લિક અમેરિકાની બીજી સૌથી મોટી બેન્ક છે જે હાલમાં કોલેપ્સ થઈ ગઈ છે. માર્ચની શરૂઆતથી અમેરિકાના દેળાવું ફૂંકનાર બેન્કોમાં ફર્સ્ટ રિપબ્લિક ચોથી બેન્ક છે.જેપી મોર્ગનના સીઈઓએ એ વખતે કહ્યું હતું કે, હવે ફર્સ્ટ રિપબ્લિક બેન્ક ખતમ થઈ ગઈ છે. આશા કરવામાં આવી રહી છે કે ત્યારબાદ અમેરિકામાં બેન્કિંગ સંકટ થંભી જશે.
છેલ્લા કેટલાક સપ્તાહોમાં જ અમેરિકાની રિજનલ બેન્કે પહેલા ક્વાર્ટરના ત્રિમાસિક પરિણામ જારી કરવાની શરુઆત કરી છે.જેપી મોર્ગનના સીઈઓએ કહ્યું હતું કે, રિજનલ બેન્કે શાનદાર પરિણામ જાહેર કર્યા છે.તેના દમ પર કહી શકાય કે હવે અમેરિકામાં બેન્કિંગ સિસ્ટમ મજબૂત છે અને હવે તેના પર કોઈ ખતરો નથી.જેપી મોર્ગન અમેરિકાની સૌથી મોટી બેન્ક છે. First Republic Bankએ આ ટ્રાન્ઝેક્શન બાદ જેપી મોર્ગન વધુ મોટી બેન્ક બની જશે.અત્યાર સુધી અમેરિકી રેગ્યુલેટર્સ જેપી મોર્ગનને એવી સ્થિતિમાં નાખવાથી બચી રહ્યા હતા અને આવું એટલા માટે કરવામાં આવ્યું હતું કે, અમેરિકાના હાલના બેન્ક નિયમો જેપી મોર્ગનને અમેરિકામાં તેનું કદ અને ડિપોઝિટને સામાન્ય પરિસ્થિતિમાં વધવાથી રોકે છે.