– 7.102 સેકન્ડ જેટલા લાંબા સમય સુધી વીજચમકારો ચાલુ રહેવાનો રેકોર્ડ ઉરુગ્વે-આર્જેન્ટિનાના સંયુક્ત નામે નોંધાયો
ન્યૂયોર્ક : અમેરિકામાં 2020માં 770 કિ.મી. લાંબી વીજળી પડી તે અત્યાર સુધીનો વર્લ્ડ રેકોર્ડ છે.આ વીજળી પડી તે એકસાથે અમેરિકાના ત્રણ દક્ષિણી રાજ્યો મિસિસિપી,લુઇસિયાના અને ટેક્સાસમાં એકસાથે દેખાઈ હતી.આ 770 કિ.મી. એટલે લંડનથી જર્મનીના હેમ્બર્ગ વચ્ચેનું અંતર કહી શકાય તેટલો લાંબો વીજ ચમકારો હતો.વૈશ્વિક હવામાન સંગઠન (ડબલ્યુએમઓ)એ પણ આ વીજળી પડવાની આ ઘટનાને વિશ્વનો અત્યાર સુધીની સૌથી લાંબો વીજ ચમકારો ગણાવ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની ઇન્ટરગવર્નમેન્ટલ એજન્સીએ મંગળવારે જણાવ્યું હતું કે 29 એપ્રિલ 2020ના રોજ અમેરિકાના દક્ષિણી રાજ્યોમાં ત્રાટકેલી વીજળીની ચક્ક્કસ લંબાઈ 768 કિ.મી કે 477.2 માઇલ્સ હતી. જો કે તે હોરિઝોન્ટલ ધોરણે આ વીજ ચમકારો 768 પ્લસ આઠ કિલોમીટર (૪૭૭.૨ પ્લસ પાંચ માઇલ્સ) નો હતો.આમ આ ચમકારાનું અંતર અમેરિકાના ન્યૂયોર્ક અને કોલંબસ ઓહિયો વચ્ચેના અંતર જેટલું કહી શકાય.
આ ઉપરાંત સૌથી લાંબા સમય સુધી વીજ ચમકારો ચાલુ રહ્યો હોય તે રેકોર્ડ ઉરુગ્વેઅને ઉત્તર આર્જેન્ટિનાના સંયુક્ત નામે નોંધાયો છે.આ ઘટના 18 જુન 2020ના રોજ બની હતી.તે સમયે આવેલા વાવાઝોડામાં આ વીજ ચમકારો જોવા મળ્યો હતો અને તે 17.102 પ્લસ 0.002 સેકન્ડ ચાલ્યો હતો.
આ સિવાય સૌથી લાંબી મેગાફ્લેશનો રેકોર્ડ અગાઉના રેકોર્ડથી 60 કિલોમીટર વધારે છે અને તેનું અંતર 709 પ્લસ 8 કિ.મી. (440.6 માઇલ પ્લસ પાંચ માઇલ)નું હતું.આ ઘટના સાઉધર્ન બ્રાઝિલમાં 31 ઓક્ટોબર 2018ના રોજ જોવા મળી હતી.અગાઉના રેકોર્ડ અને નવા રેકોર્ડ માટે મેક્સિમમ ગ્રેટ સર્કલ ડિસ્ટન્સ મેથોડોલોજી ઉપયોગમાં લેવામાં આવી હતી.
અગાઉની મેગાફ્લેશનો સૌથી લાંબો સમયગાળો 16.73 સેકન્ડનો હતો,જે એક ફ્લેશમાંથી સર્જાયો હતો અને ચાર માર્ચ 2019ના રોજ ઉત્તર આર્જેન્ટિના પર જોવા મળ્યો હતો.તેનો સમયગાળો મેગાફ્લેશના અગાઉના રેકોર્ડ કરતાં 0.37 સેકન્ડ ઓછો હતો.આ બધાના તારણો અમેરિકન મટીરિયોલોજિકલ સોસાયટીના બુલેટિનમાં પ્રકાશિત થયા છે.