કોરોનાની મહામારી વચ્ચે અમેરિકા હવે આકરા આપણીએ છે.આવી સ્થિતિમાં અમેરિકા ચીન વિરૂદ્ધ કેટલાક પ્રતિબંધ લાવવાની તૈયારીમાં છે. મળતી માહિતી પ્રમાણે સેનેટમાં બિલ રજૂ કરવામાં આવ્યુ છે. આ બિલના આધારે ટ્રમ્પને તાકાત આપવાની કોશિશ કરવામાં આવી રહી છે.અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયોએ ભારત,ઈઝરાયલ,દક્ષિણ કોરિયા,જાપાન,ઓસ્ટ્રેલિયા,બ્રાઝિલના વિદેશ પ્રધાન સાથે મંત્રણા કરી છે.
કોરોનાની મહામારી વચ્ચે અમેરિકા હવે આકરા આપણીએ
આ મંત્રણામાં ચીનને કોરોના માટે જવાબદાર ઠેકરવા માટેની રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી છે.અમેરિકાના નવ સેનેટ સભ્યોએ જણાવ્યુ કે,એક બિલ લાવવામાં આવે અને આ બિલ દ્વારા ટ્રમ્પને ચીન પર પ્રતિબંધ લાગુ કરવાના અધિકાર મળે.આ બિલથી ટ્રમ્પ ચીનને યોગ્ય જવાબ આપી શકશે.આ સાથે ટ્રમ્પના કહેવાથી ચીન કોરોનાની તપાસ માટે સહયોગ આપશે. આ તપાસ ખુદ અમેરિકા કરશે.આ સાથે અમેરિકા ચીનમાં ચાલતા વેટ બજાર પણ બંધ કરાવી શકાશે.
અમેરિકા ચીનમાં ચાલતા વેટ બજાર પણ બંધ કરાવી શકાશે
ચીન આમા કોઈ આનાકાની કરશે તો ટ્રમ્પ વ્યાપાર પર પણ પ્રતિબંધ મુકી શકે છે.મહત્વપૂર્ણ છે કે,ચીન કોરોના અંગે નિવેદન આપી રહ્યુ છે કે,કોરોના વાયરસ વુહાનની લેબમાંથી નહીં પણ વુહાનની વેટ માર્કેટમાંથી ફેલાયો છે. તો અમેરિકાનું કહેવુ છે કે,કોરોના વાયરસ ચીનની વુહાન લેબમાંથી ફેલાયો છે.તો વુહાનનું વેટ માર્કેટ 20 વર્ષમાં ચાર સૌથી મોટા માર્કેટનું જનક રહ્યુ છે.