– ફેડ રિઝર્વ માટે વ્યાજદર વધારવા મજબૂરી
– અમેરિકામાં આગામી એક જ વર્ષમાં કુલ 21 લાખ લોકોને નોકરી ગુમાવવી પડે તેવો ભય
વોશિંગ્ટન : બેન્ક ઓફ અમેરિકાના યુએસ ઇકોનોમિક્સ હેડ માઇકલ ગેપને આગામી ચૂંટણીમાં એક વર્ષમાં અમેરિકામાં બેરોજગારી દર ૫થી ૫.૫ ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.આ અનુમાન ડરામણુ એટલા માટે લાગે છે કેમકે ફેડે આગામી વર્ષે પણ બેરોજગારીનો દર ૪.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.સમગ્ર વિશ્વમાં મંદીનો ભય મંડરાઈ રહ્યો છે.અમેરિકા પ્રત્યે તો મંદી રીતસર ભરડો લઈ રહી છે.અમેરિકામાં ફુગાવો ૪૦ વર્ષની ટોચે છે.વ્યાજદરમાં અવિરત વધારો થઈ રહ્યો છે.બેરોજગારીનો દર ૫૩ વર્ષના નીચલા સ્તરે આવ્યો તે કંઇક બીજો ઇશારો કરી રહ્યો છે.
અમેરિકામાં સપ્ટેમ્બરમાં ૨.૬૩ લાખ લોકોને નોકરીઓ મળી, જે ૧૯૬૯ પછીનું સૌથી નીચું સ્તર છે.આ સંજોગોમાં બેન્ક ઓફ અમેરિકાના રિપોર્ટમાં અત્યંત ડરામણી શંકા વ્યક્ત કરવામાં આવી છે.તેના મુજબ આગામી વર્ષના પ્રથમ છ મહિનામાં જાન્યુઆરીથી જૂન દરમિયાન અમેરિકા મંદીની પક્કડમાં આવી શકે છે.આમ થાય તો દેશમાં દરરોજે ૧.૭૫ લાખ લોકો બેરોજગાર થઈ શકે છે.અમેરિકામાં શેરબજારની હલચલ હોય કે બીજો કોઈ મહત્વનો નિર્ણય હોય તેની અસર સમગ્ર વિશ્વ પર જોવા મળે છે.ભારતને પણ અમેરિકાની ઉથલપાથલ મોટાપાયે પ્રભાવિત કરે છે.આ સંજોગોમાં મંદીના મારની વચ્ચે જો અમેરિકામાં આટલા મોટા સ્તરે નોકરીઓ જાય છે તો ભારતીય પ્રોફેશનલ જે દેશ છોડી ત્યાં નોકરી કરી રહ્યા છે તે પણ મંદીના ઝપેટામાં આવી શકે છે.ઉલ્લેખનીય છે કે અમેરિકામાં લાખોની સંખ્યામાં ભારતીયો નોકરી કરી રહ્યા છે.આ સ્થિતિ ફક્ત ભારત જ નહી વિશ્વના બીજા દેશો માટે પણ હેરાનગતિનું કારણ બનશે.
અમેરિકામાં લેવાયેલા નિર્ણયની અસર ફક્ત અમેરિકન અર્થતંત્ર પર જ નહી પણ વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પણ પડે છે.હાલમાં અમેરિકન અર્થવ્યવસ્થાની વાત કરીએ તો બેન્ક ઓફ અમેરિકાનું કહેવું છે કે વ્યાજદરમાં વૃદ્ધિની અસર ૨૦૨૩ના પ્રારંભથી દેખાવવા લાગશે. પરિસ્થિતિ એટલી ભયાનક થઈ શકે છે કે દર મહિને પોણા બે લાખ લોકો બેરોજગાર થઈ શકે છે.એટલે કે પહેલા ક્વાર્ટરમાં જ પાંચ લાખ લોકો અને સમગ્ર વર્ષમાં ૨૧ લાખ લોકો ેકેાર થઈ શકે છે.