વોશિંગ્ટન, તા. 30 એપ્રિલ 2022 શનિવાર : ઢીંગલીઓ આમ તો બાળકોને રમવાની વસ્તુ છે પરંતુ ફિલ્મોમાં ઘણીવાર તેને ડરામણી અને ભૂતો સાથે જોડીને દર્શાવાય છે.એવામાં ઢીંગલીઓને લઈને લોકોમાં ઘણો ડર પણ ઘર કરી ગયો હોય છે.જ્યારે ઢીંગલી વિચિત્ર સ્થળ પર જોવા મળે છે તો ડર પણ વધી જાય છે કેમ કે ત્યારે લોકો તેને કાળા જાદુ સાથે જોડીને જોવા લાગે છે.તાજેતરમાં જ કેટલાક વૈજ્ઞાનિકોને ડઝનેક ઢીંગલીઓ સમુદ્ર કિનારે જોવા મળી જેને જોઈને તેમના હોશ ઉડી ગયા.અમેરિકાના ટેક્સાસમાં કેટલાક વૈજ્ઞાનિક બીચ પર ફરવા માટે ગયા હતા જ્યારે તેમને ડરામણી ઢીંગલી જોવા મળી. તેને જોઈને વૈજ્ઞાનિક એટલા હેરાન થઈ ગયા કે તેમને સોશ્યલ મીડિયા પર પોતાનો અનુભવ પણ શેર કર્યો છે. યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મરીન સાયન્સ ઈન્સ્ટિટ્યુટના પ્રોફેસર જેસ ટનલે જણાવ્યુ કે તેઓ ગોલ્ફ કોસ્ટ બીચ અઠવાડિયામાં બે વાર તો જાય જ છે અને ત્યાં તેમને છેલ્લા કેટલાક સમયથી ડરામણી ઢીંગલીઓ જોવા મળી રહી છે.
તેઓ પોતે આ વાતથી પરેશાન છે કે સમુદ્રથી વહીને આટલી બધી ઢીંગલી કેવી રીતે ત્યાં પહોંચી રહી છે કે પછી કોઈ તેને મૂકીને જઈ રહ્યુ છે.તેમણે જણાવ્યુ કે તેઓ અને તેમની સાથે સમુદ્ર કિનારે કોઈ વિજ્ઞાન સાથે જોડાયેલુ કામ કરવા જાય છે પરંતુ ત્યાં ઢીંગલી જોઈને તેઓ દંગ થઈ ગયા. અત્યાર સુધી તેમને 30 થી વધારે ઢીંગલીઓ મળી ચૂકી છે.સૌથી પહેલી ઢીંગલી તેમને ફેબ્રુઆરી 2021માં મળી હતી જે એક એડલ્ટ ડોલ હતી. તે ડોલનુ માત્ર માથુ હતુ જેને તેમણે ફેસબુક પર પોસ્ટ કરી હતી.વિચિત્ર વાત એ રહી કે તે ગુડિયાનુ માથુ ખરીદવા માટે એક આદમીએ 2600 રૂપિયા આપ્યા હતા.