By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ સર્જ્યો નુકસાનીનો રેકોર્ડ, 6 મહિનામાં ગુમાવ્યા 1.7 લાખ કરોડ ડોલર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ સર્જ્યો નુકસાનીનો રેકોર્ડ, 6 મહિનામાં ગુમાવ્યા 1.7 લાખ કરોડ ડોલર
GeneralInternational

અમેરિકી ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ સર્જ્યો નુકસાનીનો રેકોર્ડ, 6 મહિનામાં ગુમાવ્યા 1.7 લાખ કરોડ ડોલર

HM News
Last updated: 21/07/2022 7:28 AM
HM News
3 years ago
Share
SHARE

– કંપનીને થયેલું આ નુકસાન કેનેડા તથા રશિયાની જીડીપીથી પણ વધારે

નવી દિલ્હી, તા. 21 જુલાઈ 2022, ગુરૂવાર : અમેરિકાની ઈન્વેસ્ટમેન્ટ કંપની બ્લેકરોક ઈંક હંમેશા રેકોર્ડ સર્જવા માટે જાણીતી રહી છે. તે વિશ્વની સૌથી મોટી એસેટ મેનેજર છે અને તે પહેલી એવી કંપની હતી જેનો એસેટ અંડર મેનેજમેન્ટ (AUM)નો આંકડો 10 લાખ કરોડ ડોલરને પાર કરી ગયો હતો.જોકે ઉપર ઉઠવું કે સફળતાનો અર્થ એવો નથી થતો કે તમે કદી ફેલ નહીં જાઓ.

બ્લેકરોકે આ વર્ષે એક નવો રેકોર્ડ બનાવ્યો છે.આ રેકોર્ડ છે 6 મહિનામાં કોઈ એક કંપની દ્વારા સૌથી વધુ રૂપિયા ગુમાવવાનો.કંપનીએ વર્ષ 2022ના પ્રથમ 6 મહિનામાં જ ગ્રાહકોના પૈસામાંથી આશરે 1.7 લાખ કરોડ ડોલર ગુમાવ્યા છે.

રશિયા અને કેનેડાની GDPથી વધુ નુકસાન

કંપનીને થયેલું આ નુકસાન કેનેડા તથા રશિયાની જીડીપીથી પણ વધારે છે.વર્લ્ડ બેંકના આંકડાઓ પ્રમાણે કેનેડાની જીડીપી 2022ના વર્ષમાં 1.63 ટ્રિલિયન ડોલર હતી અને રશિયાની જીડીપી 1.50 ટ્રિલિયન ડોલર હતી.ગત સપ્તાહે કંપનીના મેનેજમેન્ટ દ્વારા પોતાના ઈન્વેસ્ટમેન્ટના પ્રદર્શન સાથે સંકળાયેલા આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.સાથે જ કંપની દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, પ્રથમ 6 મહિના દરમિયાન નોંધાયેલો આ ઘટાડો માર્કેટ ભારે નીચું જવાના કારણે આવ્યો છે.

કંપનીના ચેરમેન તથા સીઈઓ લૈરી ફિંકે જણાવ્યું હતું કે, વર્ષ 2022ના પ્રથમ 6 મહિના શેર માર્કેટ તથા બોન્ડ માર્કેટ એમ બંને રીતે છેલ્લા 50 વર્ષનો સૌથી ખરાબ સમય રહ્યો છે.ઈક્વિટીના વેપારમાં ફંડનું ડાયવર્સિફિકેશન ખૂબ જ મહત્વનું હોય છે. લગભગ તમામ ઈન્ડસ્ટ્રીમાં ફંડને એક્ટિવ રણનીતિઓમાંથી કાઢીને પેસિવમાં લઈ જવામાં આવ્યું હતું. બ્લેકરોકના કેસમાં છેલ્લા એક દશકામાં આશરે 21 અબજ ડોલર એક્ટિવ ઈક્વિટીમાંથી કાઢવામાં આવ્યા હતા અને તેના સાથે 73 અબજ ડોલર ઈન્ડેક્સ ઈક્વિટીમાં લઈ જવાયા હતા.કંપનીની પેસિવ સ્કીમ્સ સાથે સંકળાયેલું ઈક્વિટી હોલ્ડિંગ હવે તેના એક્ટિવ બિઝનેસથી આશરે 10 ગણું વિશાળ છે. જોકે સાથે જ તે કેટલીક મલ્ટી એસેટ અને વૈકલ્પિક રણનીતિ ધરાવતા ફંડને પણ મેનેજ કરે છે.

રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થતા કોંગ્રસમાં ભારે હલચલ : દિલ્હીમાં કોંગ્રેસની ઈમરજન્સી બેઠક
સનાતન પર હંગામો થયા બાદ હવે ઉદયનિધિ સ્ટાલિને ભાજપને ‘ઝેરી સાપ’ કહ્યો
કોરોના વચ્ચે પણ હવસખોરો બેફામ :૧૩ વર્ષીય બાળકી પર બળાત્કાર
સુરત રેન્જ ઓપરેશન ગૃપની ટીમે ઓલપાડના પરીયા નજીક ખેતરાડી વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડયો
દમણના રિંગણવાડામાં ટેક્ષટાઇલ કંપનીમાં ભીષણ આગ
Share This Article
Facebook Email Print
Previous Article શ્રીલંકામાંથી ડ્રગ્સ, હથિયારોની દાણચોરી: NIAએ તમિલનાડુમાં 22 સ્થળો પર દરોડા પાડ્યા
Next Article પાકિસ્તાનમાં અમેરિકન ટિકટોકર પર ગેંગરેપ : બીજી તરફ ઇસ્લામાબાદ રોડ પર બુરખો પહેરેલી મહિલાને દબોચી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up