અમેરીકાને જ નહિ વિશ્વને હચમચાવી નાખે એવા અહેવાલ : ૧૫૦ લશ્કરી સ્થળોએ કોરોના ફેલાયોઃ ૩ હજાર સૈનિકોને કોરોના

HM News
1 Min Read

– ૪ ન્યુકલીયર એરક્રાફટ ઉપર પણ કોરોના પ્રસર્યો

અમેરીકાના ૪૧ રાજયોના ૧૫૦ લશ્કરી  ઠેકાણાઓ ઉપર કોરોના વાયરસ પહોંચી ગયાના અહેવાલો મળે  છે. વિશ્વના સૌથી શકિતશાળી ગણાતા અમેરીકાનું લશ્કર હવે કોરોનાગ્રસ્ત  થઇ રહયાનાં હેવાલોથી વિશ્વભરમાં ખળભળાટ સર્જાયો છે.અમેરીકાની પ્રચંડ નૌકા શકિતના ૪ ન્યુકલીયર સંચાલીત વિમાન વાહક જહાજ ઉપર પણ કોરોના વાયરસ ત્રાટકયાનું પ્રસિધ્ધ અકિલા થયું છે.અમેરીકી એરક્રાફટ થીઓડર રૂઝવેલ્ટના ૪ હજાર નૌકા સૈનિકોને ગુઆમ લઇ જવાયા છે.આમાંથી મોટી સંખ્યામાં ર્નૌ-સૈનિકોના કોરોના પોઝીટીવ હોવાનું મનાય છે. આ એરક્રાફટના કેપ્ટને મદદ માગતા તેમને હટાવી દેવામાં આવેલ છે.પેન્ટાગોનને ટાંકીને પ્રસિધ્ધ થયેલ અહેવાલમાં જણાવાયું છે કે અમેરીકાના ૩૦૦૦ સૈનિકોને કોરોના પોઝીટીવ છે. છેલ્લા ૧ અઠવાડીયામાં જઙ્ગ સંખ્યા બમણી થઇ ગઇ છે. અમેરીકાની અંદર અને બહાર આવેલા લશ્કરી સંસ્થાનોમાં કોરોના ઝડપભેર પ્રસરી રહયાનું અને લશ્કરની બીન જરૂરી તમામ ગતીવિધિ પ્રવૃતિ બંધ કરી દેવાઇ છે.

અમેરીકી નૌસેનાને કોરોનાએ મહતમ નુકશાન કર્યું છે. સાથે અમેરીકી આર્મી અને એરફોર્સ પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે. દરમિયાન અમેરીકાના મોટા ભાગના અણુ શસ્ત્રોના અડ્ડાઓ ઉપર કોરોના પ્રસરી ગયાના ભયજનક હેવાલો મળી રહયા છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *