કાબુલ : અફઘાનીસ્તાન પર તાલિબાની કબ્જા પર પાકિસ્તાન સહિત તેના અનેક સમર્થકે એમ કહીને વિદ્રોહી જુથને માન્યતા આપવાની ઝુંબેશમાં જોડાયા છે કે તે (તાલિબાન) હવે બદલી ચૂકયા છે.જો કે ખુદ તાલિબાને સ્પષ્ટ કર્યું હતું કે તેમની વિચારધારા હજુ પણ એવી છે, જેવી 1990ના દાયકામાં હતી.
તાલિબાનના આ વલણથી એ સ્પષ્ટ છે કે અફઘાનીસ્તાનમાં ફરી એકવાર ખૂબ ખરાબા અને ક્રુરતા જોવા મળશે.જેવી દુનિયા 1996 થી 2001 દરમિયાન જોઈ ચૂકી છે.તાલિબાનના પ્રવકતા જબીહુલ્લાહ મુજાહીદીને એક ઈન્ટરવ્યુમાં પૂછાયું હતું કે 1990ના દાયકાના તાલિબાન અને આજના તાલિબાનમાં કેટલું અંતર છે ત્યારે પ્રવકતાએ જણાવ્યું હતું કે વિચારધારા અને માન્યતા તે જ છે.કારણ કે અમે મુસ્લિમ છીએ, પરંતુ અનુભવના મામલામાં ફેરફાર છે. અમે હવે વધુ અનુભવી છીએ.
વધુમાં જબીહુલ્લાહ જણાવ્યું હતું કે કાબુલમાં દૂતાવાસોની સુરક્ષા અમારા માટે મહત્વની છે.મહિલાઓના અધિકારોને લઈને કહ્યું હતું કે તાલિબાન મહિલાઓને ઈસ્લામના આધારે અધિકાર દેવા જવાબદાર છે.મહિલાઓ હેલ્થ સેકટર અને અન્ય સેકટરમાં કામ કરી શકે છે, જયાં તેમની જરૂરત છે મહિલાઓ સાથે કોઈ ભેદભાવ નહીં રાખવામાં આવે.પ્રવકતાએ કહ્યું હતું કે કોઈ દેશની વિરુદ્ધ અમે અમારી જમીનનો ઉપયોગ નહીં કરવા દઈએ.


