નવી દિલ્હી : દેશના પાટનગરમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટ તથા દિલ્હી હાઈકોર્ટના ન્યાયમૂર્તિમાં અને અદાલતનો ના કર્મચારીઓ તથા તેના પરિવાર માટે ખાસ સારવારની વ્યવસ્થા કરવા માટે ખાલીસ્તાન ફાઈવસ્ટાર હોટેલ અશોકામાં 100 રૂમ દિલ્હી સરકારે ભાડે રાખતા હાઈકોર્ટ સરકારની આ વ્યવસ્થાની આકરી ટીકા કરીને તાત્કાલીક આ આદેશ પરત ખેચી લેવા માટે આદેશ આપ્યો હતો.દિલ્હી હાઈકોર્ટનો કેજરીવાલ સરકારને આડે હાથ લેતા કહ્યું કે અમોએ કદી પાંચ સિતારા હોટેલમાં આ પ્રકારની વ્યવસ્થા કરવા કહ્યું ન હતું.તમોએ બિનજરૂરી વિવાદ ઉભો કર્યો છે.
જો કે દિલ્હી સરકારે મીડીયા પર દોષ ઢોળવા પ્રયત્ન કર્યો પણ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં
કહ્યું કે વ્યવસ્થા તમોએ જાહેર કરી હતી.અશોકા હોટેલના 100 રૂમ તમોએ બુક કર્યા હતા અને દિલ્હીની પ્રાઈમસ હોસ્પીટલને જવાબદારી તેઓએ સોંપી હતી.મિડીયાએ ફકત સમાચાર આપ્યા છે.તેઓએ બિનજરૂરી વિવાદ પેદા કર્યો છે.દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદીયાએ આ પ્રકારના આદેશ કોણે આપ્યા તેની તપાસની ખાતરી આપી હતી.દિલ્હી સરકારે ન્યાયમૂર્તિ,ન્યાયીક સીસ્ટમ કામ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારો માટે ફાઈવસ્ટાર વ્યવસ્થા કરી હોવાનું જાહેર થતા જ વિવાદ સર્જાયો હતો અને અદાલતે સુઓમોટો તેની નોંધ લીધી હતી અને પછી દિલ્હી હાઈકોર્ટે તેની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

